દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ઘણું નામ કમાય, પરંતુ જો કોઈ બાળક તેના ‘નામ’ના અક્ષરોને કારણે નામ કમાય તો તે એકદમ અનોખી વાત છે. જો કે આ દુનિયામાં ઘણી વસ્તુઓ માટે વર્લ્ડ રેકોર્ડ બને છે, પરંતુ કોઈના નામનો વર્લ્ડ રેકોર્ડ આશ્ચર્યજનક છે. એક માતાએ પોતાની દીકરીનું નામ એવી રીતે રાખ્યું છે કે લખતી વખતે તમારા હાથ દુખવા લાગશે.
માતાએ પુત્રીનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ નામ એટલું લાંબુ છે કે તેનું બર્થ સર્ટિફિકેટ બનાવવા માટે 2 ફૂટનો કાગળ લાગ્યો. માતાએ તેની પુત્રીનું નામ 1019 અક્ષરનું રાખ્યું છે. આ એક એવું નામ છે કે જેને બોલાવવામાં ભલભલા લોકોનો પણ પરસેવો છૂટી જાય છે.
આ છોકરીનો જન્મ 12 સપ્ટેમ્બર 1984ના રોજ થયો હતો. પુત્રીના જન્મ પછી જ તેની માતા સાન્ડાએ તેના નામ માટે ઘણું વિચાર્યું. આ પછી, સાન્ડાએ તેના પતિ સાથે મળીને તેમની પુત્રી માટે ખૂબ જ વિચિત્ર નામ પસંદ કર્યું.
માતાએ તેની પુત્રીના નામ સાથે 36 અક્ષરોનું મધ્યમ નામ અને અટક મૂકી. આ પછી, તેમની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર 2 ફૂટ લાંબુ થઈ ગયું. સાન્ડાની દીકરીનું પૂરું નામ આ પ્રમાણે છે.
Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnaerenquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive’onchellecaundenesheaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneyavondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicannelesciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea’shauwneoraliaevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccaloveliatyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloiesalynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetiaquaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarlinaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequckagailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiatangoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquinettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesauwnneltomecapolotyoajohny aetheodoradilcyana Koyaanisquatsiuth Williams.