તમને ડાયાબિટિસ છે? તો ક્યારે અને કેવી રીતે કેવું દૂધ પીવું જોઇએ એ જાણી લો, ઘણી રાહત મળશે!

ડાયાબિટિસની બીમારી સામાન્ય થઈ ગઈ છે. આજે ૧૦માંથી ૫ લોકો આ બીમારીથી પીડાઈ રહ્યા છે. ડાયાબિટીસમાં ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. આ બીમારીમાં એવી વસ્તુઓનું સેવન વધુ કરવું જોઇએ જેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે. એવામાં દૂધનું સેવન ડાયાબિટીના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ સવાલ એ છે કે, ડાયાબિટીના દર્દીઓએ કયા સમયે દૂધનું સેવન કરવું જોઇએ.

એવું માનવામાં આવે છે કે, ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓ માટે નાસ્તામાં દૂધનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. દૂધનું સેવન કાર્બોહાઇડ્રેટના પાચનને ઘટાડે છે અને વધેલા બ્લડ શૂગર લેવલને ઓછું કરે છે. આવો જાણિએ શુગરના દર્દીઓએ કયું દૂધ ક્યારે પીવું જોઇએ.

હળદરવાળું દૂધ : હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. હળદરમાં એન્ટીઇન્ફ્લેમેટ્રી અને એન્ટીઓક્સિડેન્ટના ગુણ હોય છે જે ટાઇપ-૨ ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણું સારું માનવામાં આવે છે. તેના પીવાથી ઇન્સ્યુલિનનું સ્તર સંતુલિત રહે છે.

તજવાળું દૂધ : ડાયાબિટીસના દર્દીઓ માટે તજનું દૂધ ઘણું ઉપયોગી સાબિત થાય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેન્ટરી ગુણ શુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

બદામનું દૂધ : બાદમના દૂધમાં કેલોરી ઓછી હોય છે અને તેમાં વિટામીન ડી, ઇ અને જરૂરી પોષકતત્વ હોય છે. તે પ્રોટિન અને ફાયબરથી પણ ભરપૂર હોય છે.

Translate »