How to Store Milk in Summer:ગરમીઓમાં દૂધને રાખી મુકવું ઘણું મુશ્કેલ કામ હોય છે. આમ એટલા માટે કારણ કે ગરમીઓના કારણે દૂધ મોટેભાગે ફાટી જાય છે. ભલે તેને ફ્રિજમાં જ કેમ ન રાખ્યું હોય. દૂધનો ઉપયોગ દરેક ઘરોમાં વધુ થાય છે. જેના કારણે દૂધને ફ્રિઝમાંથી ઘણી વખત બહાર કાઢવું પડે છે. જેના કારણે તેનું તાપમાન બદલાતું રહે છે અને આ કારણે તે જલદી ફાટી જાય છે. પરંતુ દૂધને જો તમે યોગ્ય રીતે સ્ટોર કરો તો વધતા તાપમાન છતાં તેને ઘણા દિવસો સુધી તાજું રાખી શકાય છે.
મોસમ કોઈપણ હોય પરંતુ દૂધ એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય છે, પરંતુ ક્યારેક મહેમાનો આવે ત્યારે એ ખબર પડે કે ઘરમાં રાખ્યું હતું તે દૂધ ફાટી ગયું છે અને ચા અથવા કોફી બની શકે તેમ નથી. તે વખતે ઘણો ક્ષોભ થાય છે. આથી આજે અમે તમને જણાવી રહ્યા છીયે કે ગરમીઓમાં દૂધને સ્ટોર કરવાની કેટલીક ટિપ્સ અંગે, જેનાથી તમારું દૂધ એકદમ તાજું રહી શકે છે.
કાચની બોટલ અથવા જગનો ઉપયોગ કરો
ગરમીની સિઝનમાં દૂધને ફાટતાં બચાવવા માટે તેને કાચની બોટલ અથવા જગમાં સ્ટોર કરવું શ્રેષ્ઠ રીત હોઈ શકે છે. તેના કારણે દૂધને સારી રીતે ગરમ કરીને ઠંડું કરી લો. પછી તે જ્યારે ઠંડું થઈ જાય તો તેને કાચની બોટલમાં ભરીને ફ્રિજમાં રાખી દો. તેની સાથે બોટલનું ઢાંકણ લગાવવાનું ન ભુલો. તેનાથી આગઝરતી ગરમીમાં પણ દૂધ ફાટશે નહીં. સાથે જ દૂધનો ટેસ્ટ પણ તાજા દૂધ જેવો જ રહેશે.
પ્લાસ્ટિક કેનની મદદ લો
દૂધને સ્ટોર કરવા માટે તમે પ્લાસ્ટિકના કેનનો ઉપયોગ કરી શકો છો. પ્લાસ્ટિક કેનમાં દૂધ સ્ટોર કરવા માટે સૌથી પહેલાં દૂધને સારી રીતે ગરમ કરીને તેને ઠંડું કરી લો. પછી દૂધને પ્લાસ્ટિક કેનમાં નાખીને ફ્રિઝમાં મુકી દો. તેનાથી દૂધ ત્રણ-ચાર દિવસ સુધી ખરાબ નહીં થાય.
સ્ટીલના વાસણમાં દૂધને સ્ટોર કરો
દૂધને સ્ટોર કરવા માટે તમે સ્ટીલના વાસણનો પણ ઉપયોગ કરી શકો છો. આ વાસણમાં સ્ટોર કરવાથી દૂધ જલદી ફાટતું નથી. સાથે જ દૂધનો ટેસ્ટ પણ બદલાતો નથી. દૂધને સ્ટીલના વાસણમાં રાખતાં પહેલાં વાસણને સારી રીતે ચોખ્ખુ જરૂર કરી લેવું જોઇએ.