જોશ- જૂનુનને સલામ: માત્ર 3 વર્ષમાં પ્રિયાએ બિઝનેસ ક્ષેત્રમાં ભરી હરણફાળ, પોતાની બ્રાન્ડનો સિક્કો ભારત સહિત 5 દેશમાં વગાડી દીધો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Priya Diwakar: પ્રિયા દિવાકર આ નામ સોશિયલ મીડિયા માટે કોઈ નવું નથી. ખાલી સુંદરતા અને લાંબા વાળ માટે જ નહીં પણ ટૂંકા સમયમાં જો બિઝનેસને આસમાનની છલાંગ અપાવી હોય તો એ છે પ્રિયા દિવાકર. આજે વાત કરવી છે એક એવી પ્રિયા વિશે કે જેણે ખાલી 3 વર્ષના ટૂંકા ગાળામાં ભારત સિવાય-4-5 દેશમાં પોતાનો બિઝનેસ ગ્રો કર્યો છે. ભારતના મોટભાગમાં રાજ્યમાં તો એમની પ્રોડક્ટ વપરાય જ છે, પણ સાથે સાથે 3 વર્ષમાં 5 દેશમાં તેમણે પોતાનો ડંકો વગાડ્યો છે. તો આવો જાણીએ પ્રિયા દિવાકર વિશે.

પ્રિયા દિવાકર એ હાલમાં દિલ્લી રહીને પોતાનું કાર્ય કરી રહી છે. પરંતુ લખનઉ તેમનું મુળ વતન. 27 વર્ષની આ યુવતીના પરિવારમાં માતા પિતા અને 2 બહેન તેમજ એક ભાઈ છે. પોતાનું પ્રાથમિક, માધ્યમિક અને કોલેજ કરી તેઓ 2017માં વકીલનું ભણી છે. પરંતુ બિઝનેસ વુમન તરીકે ઓળખાતી પ્રિયાએ ભણતી વખતે જ નક્કી કર્યું હતું કે મારે નોકરી તો નથી કરવી. કંઈક એવું કરવું છે કે મહિલા પર જે બીજાની નિર્ભરતાનો ધબ્બો છે એ હટી જાય. તેમણે રજિસ્ટર તરીકે પણ નોકરી કરી અને પછી પોતાનો એક નવો જ રસ્તો ઉભો કરી મોટું નામ કમાવ્યું છે.

2018માં તેઓ વાળ અને સ્કીન માટે નવી નવી વસ્તુઓ ટ્રાય કરતી રહેતી. એમના પ્રોબ્લેમ અને બીજાના પ્રોબ્લેમ પણ ધ્યાનથી જોતી અને પછી એ બધાને સોલ્યુશન આપતી. પહેલા બહારથી હેર અને સ્કીનની પ્રોડક્ટ મંગાવતી અને ઉપયોગ કરતી. પોતાને સારું પરિણામ મળે એટલે બીજા લોકોને પણ સલાહ આપતી કે આ પ્રોડક્ટ સારી આવી. પછી 2019માં દિલ્લીમાં હેર અને સ્કીનને લગતો કોર્સ કર્યો. 6 મહિના સુધી તનતોડ મહેનત કરી અને 3 શિફ્ટમાં કામ કરીને પણ તે શીખી ગઈ. થાયલેન્ડ ગઈ અને મિટિંગ કરી અને પ્રોડક્ટ વિશે માહિતી લીધી. ઉંડી સમજ મેળવી અને પછી શીખવાનું હતું એ બધું જ શીખી ગઈ.

પ્રિયા જણાવે છે કે મને પણ વાળનો પ્રોમ્લેબ હતો. ડોક્ટરને બતાવ્યું પણ ફરક ન પડ્યો. પછી અલગ અલગ રિસર્ચ કરી અને એક ફોરમ્યૂલા બનાવી અને પ્રોડક્ટ બનાવી, કારણ કે ટ્રેનિંગ તો લીધેલ જ હતી એટલે એ કામ આવી. પછી મે મારી પ્રોડક્ટ ટેસ્ટ કરી તો બધા કરતા સારુ રિઝલ્ટ આવ્યું.

આ રીતે 2019માં પોતાની બ્રાન્ડ બનાવી નાખી. ટિકટોક પર એન્ટ્રી કરી અને તરત જ મારા 5 લાખ ફોલોઅર્સ થયા. ત્યાં હું બધાને હેર અને સ્કીનને લગતી ટીપ્સ આપી અને લોકો જોડાવા લાગ્યા. જો કે આ વધારે સમય ન ચાલ્યું અને ટિકટોક પછી બેન થઈ ગયું.

ટિકટોકના બેન થયા પછી ઈન્સ્ટાગ્રામ આવ્યું અને મે એના પર વર્ક શરૂ કર્યું. અલગ અલગ મારી પ્રોડક્ટ વિશે બધાને માહિતી શેર કરી અને લોકો પણ જોડાવા લાગ્યા. આ રીતે મારી પ્રોડક્ટ ફરીથી વેચાવા લાગી. પછી મારી જ પ્રોડક્ટ વેચવા માટે મે જાતે નિર્ણય કર્યો અને કોઈ માર્કેટિંગ વગર આખા ભારતમાં હું ઘરે ઘરે પહોંચી ગઈ. હાલમાં તો ભારત સિવાય-4-5 દેશમાં લોકો મારી પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતના મોટભાગમાં રાજ્યમાં પણ લોકો મારી હેર પ્રોડક્ટ વાપરી રહ્યા છે. છી બ્રાન્ડ માટે ટ્રેડમાર્ક માટે પણ એપ્લાય કર્યું. એમેઝોન- વેબસાઈટ- સોશિયલ મીડિયા વગેરે બધી જ જગ્યાએ હવે પ્રિયાની પ્રોડક્ટ વેચાવા લાગી છે.

જો કે આ બધું જ કરવું એ પ્રિયા માટે સહેલું નથી. પ્રિયા પોતાના સંઘર્ષ વિશે વાત કરે છે કે શરૂઆતમાં લોકો કહેતા કે તારે તો વકીલ બનવું જોઈએ એવું કહીને ડિમોટીવ કરતા. પણ મને કામ પ્રત્યે મારો સાચો પ્રેમ છે. પહેલો પ્રેમ એટલે મારું કામ અને હું નિષ્ઠાપુર્વક કામ કરતી રહી.

ઘરે જ આખો બિઝનેસ, બ્રાન્ડ, સોશિયલ મીડિયાથી જ આખો બિઝનેસ સંભાળ્યો, કોઈ જ માર્કેટિંગ કે બીજી વસ્તુમાં સમય પણ નથી બગાડ્યો કે પૈસા પણ નથી બગાડ્યા. વિશ્વાસ, ડેડિકેશન, સીધું ચાલતા રહેવું… આ જ સિધ્ધાંતથી મે કામ કર્યું. હું મારા ક્લાઈન્ટને ભગવાન જ માનું છું કે મને આટલો સપોર્ટ કર્યો અને આજે મારો બિઝનેસ સરસ ચાલી રહ્યો છે. મારા ક્લાઈન્ટ પહેલાથી જ પેમેન્ટ કરતા અને એમાંથી જ હું પ્રોડક્ટ મંગાવતી. એમાંથી કમાણી અને ઈન્વેસ્ટ કરી મારી પોતાની બ્રાન્ડ બની છે એટલે હું ક્લાઈન્ટના પ્રેમની આજીવન ઋણી રહીશ

પ્રિયા કહે છે કે દરેક સ્ટેજ પર પપ્પા મને મોટિવેટ કરતાં અને કહેતા કે બેટા તું કરી શકીશ, તારાથી થઈ જશે. બસ આ જ આત્મવિશ્વાસ અને વિશ્વાસના કારણે મને આટલી સફળતા મળી છે. પ્રિયા બીજી એક વાત પણ જણાવે છે કે જ્યારે હું ક્યાંય બહાર જતી ત્યારે મારા લાંબા અને સિલ્કી વાળ જોઈને લોકો મને પૂછે કે શું વાપરો છો. ત્યારે હું મારી પ્રોડક્ટ વિશે માહિતી આપું છું. મે પણ પહેલા ફ્રીમાં મારી પ્રોડક્ટ આપી અને પરિણામ આવ્યું પછી મારી પાસે ક્લાઈન્ટ આવ્યા છે.

હાલમાં પ્રિયા પરિવાર પર આધારિત નથી, ફુલ ડિપેન્ડેટ છે અને બિઝનેસ વુમન તરીકે પ્રખ્યાત છે. દરેક શહેરમાં, દરેક રાજ્યમાં અને દરેક દેશમાં લોકો પ્રિયાની પ્રોડક્ટ લોકો વાપરે એવી પ્રિયાની ઈચ્છા છે. પ્રિયા જણાવે છે કે 80 ટકા લોકો મારા લાઈફ ટાઈમ કસ્ટમર થઈ ગયા છે. વિદ્યાર્થીઓ મારી પ્રોડક્ટ માટે પૈસા બચાવે છે અને પછી ખરીદે છે, કારણ કે એ લોકોને રિઝલ્ટ મળી રહ્યું છે. હાલમાં પ્રિયાના ઈન્સ્ટા પર 1 લાખથી પણ વધારે ફોલોઅર્સ છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly