Lok Ptarika Special: લાખોપતિ કે કરોડપતિ જ્યારે લક્ઝરી લાઈફ જીવતો હોય ત્યારે આખું ગામ એમની ચર્ચા કરે છે. પરંતુ જ્યારે કોઈ અમીર સાદુ જીવન જીવીને સેવા કરે ત્યારે ખુબ ઓછા લોકો આ વાતને વખાણતા હોય છે. ત્યારે આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે કે જેઓ જેટલા અમીર છે એટલા જ મૃદુ અને સેવાભાવી છે. મોરબીથી લઈને 14 દેશોમાં જેમનો ટાઈલ્સનો બિઝનેસ ધમધમે છે એવા વિપુલભાઈ માલવિયા આજે સેવાકીય દૃષ્ટિએ ખુબ મોટું નામ ધરાવે છે. એક નહીં અનેક સેવાઓ આપીને છેલ્લા 20 વર્ષથી તેઓ પરોપકારી કાર્યો કરી રહ્યા છે.
સમુહ લગ્નમાં છેલ્લા 20 વર્ષોથી લાખોનું દાન
બગદાણાવાળા બાપા સીતારામમાં ખુબ જ શ્રદ્ધા રાખતા વિપુલભાઈ મોરબી ખાતે રહે છે. તેઓનો ટાઈલ્સ અને ટાઈલ્સ ડિઝાઈનિંગનો ખુબ મોટો બિઝનેસ છે. પરંતુ આ સાથે જ તેઓની સેવાનું લિસ્ટ ખુબ મોટું છે. ગરીબ દીકરીને લગ્નમાં અઢળક આર્થિક મદદ કરે છે. સમુહ લગ્નમાં છેલ્લા 20 વર્ષોથી લાખોનું દાન કરે છે. અનાથ દીકરીઓને ભણવાથી લઈને કરિયરમાં જ્યાં જોઈએ ત્યાં લાખો રૂપિયાની સાથે સાથે સધિયારો બનીને સેવા આપી રહ્યા છે.
ગાંડા અને નિરાધાર વ્યક્તિને પણ આર્થિક મદદ
સાપુતારાથી બોરગાંવ ચેક પોસ્ટ પાસે પગપાળા યાત્રાળુ આવે એમને પણ 5 વર્ષ સુધી જમવાની વ્યવસ્થા કરતો સ્ટોલ નાખી અનોખી સેવા આપી ચૂક્યા છે. આ સેવામાં માત્ર જમવાનું જ નહીં પણ સાથે સાથે નાસ્તો, મસાજ, દવા, મીની હોસ્પિટલ વગેરેની સેવા આપે છે. જેમનો કોઈ આધાર નથી એવા ગાંડા અને નિરાધાર વ્યક્તિને પણ તેઓ આર્થિક મદદ કરે છે. રસ્તા પર પોતાના કામથી જતા હોય અને જો કોઈ ગરીબ ભૂખ્યા માણસને જુએ તો તરત જ તેમના ખાવાની વ્યવસ્થા કરે અને પોતે જમીન પર નીચે બેસીને તેઓના હાથે જમાડે છે. તેમની અંદર જે ભગવાન બેઠા છે એ દૃષ્ટિ રાખીને વિપુલભાઈ સેવા આપી રહ્યા છે.
250 લોકોનો સ્ટાફ હેન્ડલ કરે
વિપુલભાઈ એક વસ્તુ હંમેશા માનીને ચાલે છે કે હે પ્રભુ તને તારું અર્પણ. આજે મારી પાસે જે કંઈ છે એ તે જ આપ્યું છે અને તને જ તારું અર્પણ કરી રહ્યો છું. આ સાથે જ પોતાની ડિઝાઈન કંપનીમાં ગરીબ અને જેમને કંઈ ખબર નહોતી પડતી એવા લોકોને શીખવાડી નોકરી આપી અને ઘર ચલાવવા માટે આર્થિક ઉપરાંત જે જોઈએ એવી મદદ કરી છે. હાલમાં 150થી પણ વધારે એવા લોકો આ કંપનીમાં કામ કરી ચૂક્યા છે કે જેમણે વિપુલભાઈએ મદદ કરી હોય. અત્યારે 250 લોકોનો સ્ટાફ હેન્ડલ કરતાં કરતાં વિપુલભાઈ આ સેવા આપી રહ્યા છે.
ગાયને માત્ર પ્રેમભાવથી જ રાખી
વિપુલભાઈનો બિઝનેસ માત્ર ભારત પુરતો જ સિમિત નથી. પરંતુ 14 દેશો સાથે પોતે સંકળાઈને બિઝનેસને આગળ ધપાવી રહ્યા છે. આ સાથે જ પોતે ખુબ મોટા ગૌ પ્રેમી છે અને પોતાના ફાર્મ હાઉસ પર 10 જેવી ગાયો રાખી છે. આ ગાયને માત્ર પ્રેમભાવથી જ રાખી છે. કોઈ પ્રકારનું દુધ ડેરી કે અન્ય જગ્યાએ વેચાવા માટે નથી જતું. પોતે કહે છે કે ભગવાનના આશીર્વાદથી જ આ બધું શક્ય છે. એ સિવાય જુનાગઢમાં ગિરનારમાં લીલીપરિક્રમા હોય કે શિવરાત્રી મેળો હોય પોતે દર વર્ષે હજારો-લાખો રૂપિયાનું દાન આપે છે. ત્યાં ચાલતા ભંડારામાં વિપુલભાઈનું અવશ્ય દાન હોય, હોય અને હોય જ…
માવઠાંનો માર સહન કર્યા બાદ ગુજરાતીઓ હવે ગરમીમાં શેકાશે, હવામાન વિભાગે કરી 5 દિવસની આગાહી
અયોધ્યાના આ મંદિરમાં ખુલ્લા પડી જાય છે હરેક રાઝ, ખોટુ બોલશો તો ધનોત-પનોત નીકળી જશે!
સૌપ્રથમ મારા માતા-પિતા
આખરે આ બધી જ ઉપલ્બધિ માટે સરળ સ્વભાવના વિપુલભાઈ કહે છે કે આજે મારી અંદર જે કંઈ સારા વિચાર છે કે સારી પવૃતિ છે કે જાહો જહાલી છે એમનો શ્રેય હું સૌપ્રથમ મારા માતા-પિતાને આપું છું. ત્યારબાદ મારા સતગુરુ અને જેઓએ મને શિષ્ય તરીકે સ્વીકાર્યો એવા મુક્તાનંદજી બાપુને આપું છું. કે જેઓએ મને જીવનનો સાર શીખવ્યો અને સારા તત્વો વિશે માહિતી આપી. એ પછી મારા કુળદેવી એવી ગેલાઈ માતાજી, સુરાપુરા બાપા, મારા પૂર્વજોને આપું છું. હું જે કંઈ છું એ તેઓના આશીર્વાદથી જ છું. હું બીજું કંઈ શું જ નહીં એમ માનીને સેવા અને બિઝનેસ કરતો આવ્યો છું અને કરતો રહીશ.