તમે જાણો છો, શું થયું છે ગુજરાતને? અંગ્રેજી કેન્સર! હાં હાં સાચું સાંભળ્યું તમે…! વાંચો કૃષ્ણપ્રિયાની ચોટદાર વાત

Lok Patrika
By Lok Patrika
Share this Article

મિત્રો આજે જે મારી ડાયરીનું પન્નુ અહીં લખું છું,એ મારા મનને હંમેશા ડરાવતી હકીકતની વાત છે. તો આવો જાણો હકિકત આ પન્નાની…

તમે જાણો છો,શું થયું છે ગુજરાતને? અંગ્રેજી કેન્સર!
હાં હાં સાચું સાંભળ્યું તમે…!અંગેજી કેન્સરનાં કિડાં આંખા ગુજરાતી સમાજને ધીરે-ધીરે કોરી ખાતાં હોય એવું દેખાય છે.

આપણે આપણાં બાળકની ફૂટેલી ગુજરાતી પાંખો કાપીને અંગ્રેજી પાંખો લગાવી રહ્યા છીએ. ત્યારે તમને મનનાં એકેય ખૂણે એવું લાગે છે કે,એ ખરેખર આ ખુલ્લા આકાશમાં ઉડવા સમર્થ બની રહ્યું છે?

આજે ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં આપણે આપણા બાળકોને ભણાવવા છીએ.અને ઈન્ગ્લીશ મેન બનાવી રહ્યા છીએ.ત્યારે અંગ્રેજી બોલતા આવડવું જોઈએ. બાકી નમસ્તે,કે જય શ્રી કૃષ્ણ વગેરે ન આવડે તો ચાલે છે, રાઈટ ને…!

અંગ્રેજી જ દેખાય બાકી તો બીજું અત્યારે આ ચાલતી દોડમાં નથી દેખાતું.શું આ આપણે સાચી દિશા તરફની દોડ છે ?

અંગ્રેજીમાં જ ભણીને આગળ વધાય એ આપણી સાવ ખોટી દોડ છે.સામાન્ય બુધ્ધિ હોય,ભણતરનું સ્તર પણ સામાન્ય હોય.ગુજરાતનું એવું બાળક ગુજરાતી ભાષામાં અભ્યાસ કરે સાચી કેળવણી મેળવે તો મોટું થતાં એ ખરેખર આગળ વધી જાય.અંગ્રેજીમાં એ ગમે તેટલા માથા પછાડે પણ ગાડી ત્યાંની ત્યાં જ અટકી જાય એનું કારણ પણ આપણે જાણીએ જ છીએ. કેમ કે, આપણને ઈન્ગ્લીશમાં ટપા નથી પડતાં.

હોંશીયાર કે ઠોઠ બધાં વિદ્યાર્થી ગુજરાતી પાંખો સાથે પોતાને કેળવે તો જરૂર સફળતા મેળવે…!બાળક પોતાનો રસ્તો જાતે જ બનાવી શકે.પરંતુ આપણે અંગ્રેજીને એક વિષય કરતા વધારે સ્થાન આપી દીધું છે.અને એની સાથે આપણા શોખ પણ અંગ્રેજી થઈ ગયા છે.એટલે બિચારું બાળક ભાષાઓ વચ્ચે પિસાઈ રહ્યું છે.

આમ અંગ્રેજી ભાષા ભણાવી ઈંગ્લીશ મેન બનાવશું તો આ આપણુ બાળક ગુજરાતી ને સમજશે?શું એ ગુજરાતી લાગણીઓને સમજશે? એવો ખરાબ વિચાર તમને આવે છે મને તો આવે છે. ડર તો છે જ…!તો હાલો અંગ્રેજીનો મોહ છોડી દઈએ. જો ખરેખર અંગ્રેજી એક વિષય જ રહે તો આગળનું ભવિષ્ય ઉજ્જવળ રહે. કેમ કે હું જોવ છું ત્યાં સુધી જે બાળકો ક્લેવર છે એ અંગ્રેજીમાં બધાં જ વિષય કરી શકે છે. એ સીવાયનાં બીજા બાળકો ઢસરડા કરે છે. આ અંગ્રેજીની દોડમાં બિચારાં ‌બાળકો ડોબા જેવા થઈ રહ્યા છે.પોતાની પાસે હોય એ શક્તિ ખોય રહ્યા છે.આ ઢસરડા કરાવીએ છીએ, એ આપણા ઉપર ઉલ્ટા પડશે એવું દેખાય છે.આ અંગ્રેજી એ શીખી તો જશે પણ આપણી સરખામણી ડોબા સાથે થવામાં વાર નહીં લાગે.

આપણે ગુજરાતી,આપણી ભાષા ગુજરાતી…! આપણા શોખ અંગ્રેજી,કેમ શક્ય બને ?

અમેરિકામાં બોલી અંગ્રેજી, લોકો અંગ્રેજી ! તો એના શોખ ગુજરાતી કેમ નહીં…!ગુજરાતી મીડીયમમાં એ ભણી શકે?ના શક્ય નથી.

બીજાનું બાળક ઈંગ્લીશ મીડીયમમાં છે તો આપણું હોવું જોઈએ એવી દોડ શા માટે?એટલે કે આજે ઈંગ્લીશ વગર ક્યાંય સમજ નથી પડતી…!પરંતુ જો આપણે ધારીએ તો આપણી બધી વ્યવસ્થા આપણા હાથમાં જ છે.બાળક બિચારું એને તો આપણે જેમ ઢાળી એમ ઢળશે.મને તો એ નથી સમજાતું કે, આપણે જ આપણા ગુજરાતમાં રહી બીજી ભાષાને ઉચ્ચ કેમ માનીએ.આ વાતને સમજાવવા એક વાત કહું છું.હાલમાં આપણે જોય ગયા કે કોરોનાં કાળ દરમિયાન કેટલી ઉથલપાથલ થઈ ગઈ.

પહેલાંના જમાનામાં આ કપડાનાં કટકાની કિંમત હતી. કપડું ટુટી ગયું હોય તો ત્યાં થીગડું મારીને એ તૂટેલાં કપડાં ફરીથી પહેરી શકાતાં.જ્યારે આજે એ જ થીંગડાનો ઉપયોગ આપણે સારા કપડા તોડી નાખીને ફેશનમાં લગાવતા થયાં.આપણી પાસે પૈસા વઘી ગયા છે.એવો રોબ બતાવતા હતાં.આખરે ભગવાને માનવીની ભષ્ટ થતી બૃધ્ધીને સમજાવવા ચક્ર ચલાવ્યું.એજ થીગડું બધાની મોઢે લગાવ્યું ને એને અનમોલ બનાવી આપણું જીવન‌ શોપ્યુ.

આ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ.પરંતુ માનવી ભગવાનની સમજાવવાની આ રીતને ભુલી ગયો.માનવી પોતાની ફિતરત હશે એજ રીતે વર્તશે.હા એવું ચોક્કસ રીતે કહી શકું કેમ કે,અગાઉ ૨૦૦૧માં ૨૬ જાન્યુઆરીનાં દિવસે ભૂકંપ આવ્યો હતો.એ વખતે લોકો આલિશાન બંગલાઓ છોડી રોડ પર રહેવા લાગ્યા હતા.મોહમાયાનાં બંધનો છૂટી ગયા હતાં. છતાં,એ બધું માણસ ભૂલી ગયો. પોતાની ફિતરત પ્રમાણે ફરી આ પૈસાની દોડમાં દોડવા લાગ્યો.

ભગવાન વારંવાર એક જ વસ્તુ સમજાવે છે કે,”વઘારે પડતી ફેશેલીટીનો મોહ છોડી,જે અનમોલ જીવન મળ્યું છે એ મોહમાયાનાં બંધનોથી મુક્ત અંતરઆત્મા ને શુદ્ધ બનાવી તુ જીવે.”

અંગ્રેજીને એક વિષયથી વધારે મહત્વ આપશું તો આ અંગ્રેજી એની ફિતરતમાં ઉભશે.એ સો ટકા સાચી વાત‌ છે.ઉપર ફિતરત વિશે ઉદાહરણ આપ્યું એ પરથી કદાચ કહેવાની આ વાત સમજાય. અંગ્રેજી મીડીયમ સ્કૂલ,કે અંગ્રેજીથી જ ચાલતા બિઝનેસ ને આપણે વધારે માન આપીશું તો એક દિવસ આપણું ગુજરાત અને ગુજરાતીઓ ફરી આ અંગેજી ધૂળ ચાટતા હશે.એવો સમય આવશે‌ યાદ રાખજો, આ હકીકત બનશે.

જો આપણે જ ગુજરાતી આપણું ગુજરાતી હોવાનું,અને ગુજરાતી ભાષાની કિંમત નહીં સમજીએ, તો જાણી જોઈને આપણે આ અપરાધનાં ભાગીદાર બનશું.ત્યારે આપણે ભગવાન પણ નહીં બચાવી શકે.આપણે જ મોટો અપરાધ કરીએ પછી એમ કહી ભગવાન મને બચાવી લ્યો…!ભગવાન પણ શું કરે આમાં હાથે કરીને ખાડામાં પડીએ છીએ તો…!

જ્યારે જ્યારે ધરતી પર માનવી વસ્તુ,વ્યક્તિ કે ભાષાની  કિંમત હોય એનાથી ઓછી આકશે,ત્યારે ત્યારે એની કિંમત સમજાવવા કોઇ ને કોઇ સ્વરૂપે ભગવાન પૃથ્વી પર આવશે જ…!

કેહવત છે,”આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય”

મતલબ કે આજે ગુજરાતી ભાષાની કિંમત નહીં સમજીએ ને બાળકોને પણ નહીં સમજાવીએ તો ગુજરાતીને અંગ્રેજી કિડો કોરી ખાશે ત્યારે આ અંગ્રેજી કેન્સરની પીડાનું કોઇ સમાધાન કે દવા નહીં મળે.

આપણાં દેશમાં વેપાર કરવા આવેલા અંગેજોને હિન્દુસ્તાનનો કબજો જમાવવાનો જરાકેય વિચાર ન હતો.પૈસાનાં મોહમાં આપણે જ એને વધારે આવકાર્યા એટલે જ એ પગપેસારો કરી શક્યા ને?યાદ કરી લ્યો અંગ્રેજ સરકારનાં જુલ્મો.ભલે જે હતું એ નથી રહ્યું.પણ કોઇ વસ્તુ,વ્યક્તિ કે ભાષા પોતાની ફિતરત છોડતું નથી.અમુક સમયે હોય એવું થઈને ઉભું જ રે છે. ઈતિહાસ દફન થઈ ગયો છે.એને ઉચ્ચતા આપી ફરી દોહરાવવો છે.ને આપણે જ આપણા પગમાં કુહાડી મારવી છે.રસ્તામાં આગળ ખાડો છે તોય પગ મુકવો છે.જો આપણે જ એક જૂથ થઈ આ અંગ્રેજીની દોડમાં ન દોડી તો કોઈ બીજાનું કંઈ ન આવે.અને વ્યવસ્થા પણ આપણા મુજબ બની જાય.જો આપણે ધાર્યે તો બધું જ શક્ય છે.બાકી આ રીતે બાળકને મૉડર્ન બનાવી સામર્થ્ય વગરનું નમાયલુ જ કરી રહ્યા છીએ.

અંગ્રેજી મોડર્ન જમાનામાં હું આવી વાતો કરી રહી છું.એ પણ ઘણાને પસંદ ન આવે,પરંતુ કલમ પર મારો અંકુશ નથી.દિવાળી કરતાં ક્રિસ્ટમસ વધુ ચમકી રહી છે. સમજી ગયા હોય તો વિચાર જરૂર કરજો.અને જોવાની કોશિશ પણ જરૂર કરજો.બસ એટલું જ કહેવું હતું કે,ધીરેધીરે વટવૃક્ષ ખલાસ થઈ રહ્યાં છે.છતાં આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ.અંગ્રેજી ને એક વિષય તરીકે રાખવો એ આપણા ગુજરાત અને ગુજરાતીની ઓળખ રાખવા માટે યોગ્ય રહેશે.જો ગુજરાતી સાહિત્ય વિશે બાળક જાણશે નહીં તો આપણું ગુજરાત આ યુવા પેઢીનાં હાથમાં સહીસલામત કેવી રીતે રહી શકશે?

આપણી ગળથૂથીમાં જ ગુજરાતી છે તો રગેરગમાં ગુજરાતી જ હોય ને…!આજ હકીકત જેટલી જલ્દી સમજાશે એટલી જલ્દી અંગેજીનો વળગાડ દૂર થશે.

” દિલને દિલથી જોડતો તાર છું,
ગુજરાતનો પોતાનો જ પ્રાણ છું.
રંગીલો!લાગણીઓનો ભંડાર,
હું માત્રને માત્ર ગુજરાતી છું.”

ગર્વ છે મને ગુજરાતી હોવાનો.ગર્વ છે મને મારી ગુજરાતી ભાષાનું!

– કૃષ્ણપ્રિયા


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly