આબુ ફરવા ગયેલા લોકોને મોજ પડી ગઈ! અચાનક સર્જાયો વરસાદી માહોલ, આબુરોડ ઉપર પડ્યો ઝરમરીયો વરસાદ

પાલનપુર:ભવર મીણા શનિ, રવિ અને સોમ ત્રણ દિવસની રજાને લઈને માઉન્ટ આબુ ફરવા ગયેલા પ્રવાસીઓને મોજ પડી ગઈ છે. રવિવારે બપોર પછી એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદી માહોલ સર્જાયો છે. અમીરગઢ અને આબુરોડ ઉપર પડ્યો ઝરમરીયો વરસાદ પડી રહ્યો છે. વરસાદી માહોલને લઈને માઉન્ટ આબુમાં આલ્હાદક માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પ્રવાસીઓ માઉન્ટ આબુમાં કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે.

ચોમાસા દરમિયાન અપાયેલી આગાહીઓ છેલ્લે છેલ્લે સાચી ઠરી હોય તેમ આબુરોડમાં જોરદાર તો વળી અમીરગઢમાં ઝરમરીયા વરસાદથી લોકો માં વરસાદની આશા બંધાઈ છે. આબુરોડ-અમીરગઢ પંથકમાં રવિવારના બપોર બાદ અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો અને આબુરોડમાં બપોરે ધમાકેદાર વરસાદે એન્ટ્રી કરતા માર્ગો પર વરસાદી પાણી રેલાય હતા. જ્યારે અમીરગઢ માં પણ બપોર બાદ કાળા ડીબાંગ વાદળો વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો,

અને ઝરમરીયો વરસાદ શરૂ થતાં લોકો માં વરસાદની આશ બંધાઈ હતી, હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 29 / 30 ઓગસ્ટમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી હતી,જે આગાહી વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો.

Translate »