માઉન્ટ આબુ અને ઉત્તર ગુજરાતમાં રાત્રીથી ઝરમરીયો વરસાદ

તોકતે નામના વાવાઝોડાએ ગુજરાતના કેટલાક જિલ્લાઓને ઘમરોળ્યા બાદ બનાસકાંઠા થઈ રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેની અસર ઉત્તર ગુજરાત સહિત માઉન્ટ આબુ,આબુરોડ, સરૂપગજ સહિતના વિસ્તારમાં રાત્રીથી ધીમા પવન સાથે રહી રહીને વરસાદ પડી રહ્યો છે. જોકે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું હોય તેમ તલાટીઓથી લગાવીને તમામ અધિકારીઓ કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપી દેવાઈ છે.

સોમવારેની સાંજે વાવાઝોડા એ ગુજરાતમાં પ્રવેશ કરતાની સાથે સમગ્ર ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિત રાજસ્થાનના માઉન્ટ આબુ આબુરોડ, સિરોહી, પિંડવાડા, સરૂપગજ સહિતના વિસ્તારમાં ગત મોડી રાત્રી વાદળછાયા વાતાવરણ વચ્ચે રહી રહીને ઝરમરીયો વરસાદ ધીમા પવન સાથે શરૂ રહેતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવેતો ગુજરાત રાજ્યના આદેશ મુજબ બીજો આદેશના મળે ત્યાર સુધી 650 જેટલી રૂટ માં ચાલતી બસ બંધ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તો વળી રેલવે વિભાગ દ્વારા મહેસાણા-આબુરોડ વચ્ચે દોડતી ટ્રેનોનું સંચાલન પણ રોકી દેવા માં આવ્યું છે. મુખ્ય જનસંપર્ક નિરીક્ષક અજમેરના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા-આબુરોડ ટ્રેન 18/19 મેં, આબુરોડ-મહેસાણા ટ્રેન 19/20 મેં ,અજમેર-મારવાડ 18/19 મેં અને મારવાડ-અજમેર 19/20 મેં ના રોજ રદ કરવા ની ફરજ પડી છે.

Leave a Reply

Your email address will not be published.

Translate »