ઓ હો… ભાઈ થાળ લઈને આરતી ઉતારજો, આખરે ઓગસ્ટથી અમદાવાદ શહેરમાં મેટ્રો દોડતી થઈ જશે, જો કે હજુ સાવ પાક્કું તો નથી જ!!

લગભગ ૨૦ વર્ષ સુધી મેટ્રો પ્રોજેક્ટ લંબાયા બાદ આખરે પહેલા તબક્કાનું કામ પૂર્ણતાના આરે છે. રાજ્ય સરકારને અંદાજાે આવી ગયો છે કે, ઓગસ્ટ મહિનામાં મેટ્રો રેલના પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે પરંતુ તેનો એક મહત્વનો ભાગ હજી પણ ખૂટી રહ્યો છે. એ ખૂટતી કડી છે પબ્લિક પાર્કિંગ પ્લાઝા. પબ્લિક ટ્રાન્સપોર્ટની સિસ્ટમમાં છેવાડાના સ્ટેશન સુધી કનેક્ટીવિટી મળી રહે તે જરૂરી છે.

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મેટ્રો રેલ અને મ્ઇ્‌જી રૂટ પર ૫૮ મોટા પ્લોટ ઓળખી કાઢ્યા છે જ્યાં જનરલ પાર્કિંગ થઈ શકે. જાેકે, આ પ્લાનને હજી સુધી મંજૂરી મળી નથી. છેલ્લા ચાર વર્ષથી રાજ્યના અર્બન ડેવલપમેન્ટ વિભાગમાં પ્લાનની ફાઈલ ધૂળ ખાઈ રહી છે. ઔડાએ ૪૦ કિલોમીટરના મેટ્રો રેલ અને BRTSના રૂટ પર ૨૮ લોકલ એરિયા પ્લાન તૈયાર કર્યા છે. જેને ઔડા ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોન તરીકે ઓળખે છે. આ ટ્રાન્સિટ રૂટની સાથે ઔડાએ કુલ ૨૦.૪૪ લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ૫૮ પાર્કિંગ પ્લોટ ઓળખી કાઢ્યા છે.

ઔડાના એક અધિકારીએ કહ્યું, રાજ્ય સરકાર ન્ઁછ અને પાર્કિંગ પ્લોટ્‌સને મંજૂરી આપવામાં હવે વધારે મોડું તો આ જગ્યા ખાનગી કંસ્ટ્રક્શન સ્કીમો માટે ફાળવઈ જશે. તાજેતરમાં જ આ લોકલ પ્લાન એરિયાની અંદર જ દર વર્ષે ૨૫૦ જેટલા નવા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. બિલ્ડરો સ્કીમ લઈને આવે છે. ત્યારે રોડ જેવા સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પેન્ડિંગ ફાઈલ્સ ઠેરની ઠેર રહે છે અને પ્રાઈવેટ સ્કીમને રાજ્યના વહીવટી વિભાગ દ્વારા મંજૂરી મળી જાય છે.

મોટાભાગના પાર્કિંગ પ્લોટ શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા છે અને રાજ્ય સરકારે તેને હસ્તગત કરવાની જરૂર છે, તેમ ઔડાના એક સિનિયર અધિકારીએ જણાવ્યું. ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોન બીઆરટીએસ અને મેટ્રો રેલ કોરિડોરના બંને બાજુના ૨૦૦ મીટરને આવરી લેતી બફર સ્પેસ છે. અહીં ઊંચા મકાનો અને ઓફિસ બિલ્ડિંગો માટેની LAP ૪ જેવી સ્પેશિયલ ડેવલપમેન્ટ પરમિશન આપવામાં આવી છે. ઉપરાંત ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોનની પાર્કિંગ જરૂરિયાત બિલ્ડ-અપ એરિયાના ૫૦ ટકાથી ઘટાડીને ૩૫ ટકા કરી દેવાઈ છે.

અમદાવાદના ૧૦ વર્ષીય વિકાસ પ્લાન ૨૦૨૧ માટે સૌથી પહેલા ટ્રાન્સિટ-ઓરિએન્ટેડ ઝોનને મંજૂરી ૨૦૧૪માં મળી હતી. ૨૦૧૮માં ફાઈનલ થયેલા પ્લાનમાં બીઆરટીએસ અને મેટ્રો રેલના ૧૬૦ કિલોમીટરના રૂટને TOZ તરીકે ચિહ્નિત કરાયા હતા. શરૂઆતમાં અમદાવાદના પશ્ચિમ ભાગમાં TOZ રૂટ સાથે ૧૨ ન્છઁને અંકિત કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ LAP મેટ્રો રેલ રૂટના હતા અને ૯ બીઆરટીએસના. આ પ્લાન હેઠળ ૧,૭૫૨ હેક્ટરનો વિસ્તાર આવરી લેવાયો હતો, તેમ ઔડાના અધિકારીએ જણાવ્યું.

Translate »