શાહિદ કપૂરની ઘરવાળી પણ મોંઘા શોખ રાખે છે, નણંદના લગ્નમાં ખાલી આટલા લાખની તો સાડી પહેરી, કિંમત હાજા ગગડાવી નાખશે

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત એ સેલિબ્રિટીઓમાંની એક છે જેનો ફિલ્મોમાં એન્ટ્રી કર્યા વિના બી-ટાઉનની સૌથી હોટ ગર્લમાં સમાવેશ થાય છે. તેમની તસવીરો સામે આવતાં જ વાયરલ થઈ જાય છે. બધાની નજર તેની ફેશન સેન્સ પર ટકેલી છે. એવામાં જ્યારે તેની નણદ સનાહ કપૂરના તાજેતરમાં લગ્ન થયા હતા, ત્યારે તે તેની મોંઘી સાડીને લઈને ચર્ચામાં રહી હતી.

જાેકે, તાજેતરમાં જ પંકજ કપૂર અને સુપ્રિયા પાઠકની પુત્રી સના કપૂર અને મયંક પાહવાના લગ્ન થયા છે. મહાબળેશ્વરમાં ૨ માર્ચે યોજાયેલા આ લગ્નમાં દુલ્હન કરતાં મીરાની સુંદરતા વધુ લોકોને પસંદ આવી હતી. તેણે આ લગ્નમાં ઘણા એક્સપેન્સિવ આઉટફિટ્‌સ પહેર્યા હતા. જેમાં સૌની નજર આઇવરી કલરની સાડી પર ચોંટી ગઇ હતી. આ સાડીમાં મીરા રાજપૂત ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આ સાડી વિશે ‘નો ધેર ફેશન’ નામના ઇન્સ્ટાગ્રામ પેજએ આ જાણકારી શેર કરી છે. જે મુજબ મીરાએ આ સાડી ડ્રેસ ડિઝાઈનર રિતિકા મીરચંદાનીના કલેક્શનમાંથી લીધી હતી. આ ડ્રેસની કિંમત લગભગ ૧,૬૯,૦૦૦ રૂપિયા છે. લગ્નની મીરા અને શાહિદની ઘણી તસવીરો પણ સામે આવી છે.

આ લગ્નમાં મીરા અને શાહિદની જાેડીએ ધૂમ મચાવી હતી. મીરાએ પોતે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મીરાએ ઘણો લાઈટ મેક-અપ કર્યો હતો, શાહિદની વાત કરીએ તો તેણે બ્લેક કુર્તો અને સફેદ પાયજામા પહેર્યો હતો. મીરા રાજપૂતે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે એક ફેશનિસ્ટા છે.

Translate »