સુરતમાં કોંગ્રેસની સભાનું સૂરસૂરિયું, મોટે મોટેથી મોદી-મોદીના નારા લાગતા સભા જ આટોપી લીધી, વીડિયો જોઈ તમને હસવું આવશે

ગુજરાતમા વિધાનસભા ચૂટણી નજીક આવી છે. આ સાથે જ તમામ દિગ્ગજ નેતાઓ પ્રચારમા લાગી ગયા છે. એકબીજા પર આરોપ અને અક્ષેપો ભર્યા નિવેદનો કાયમ સામે આવી રહ્યા છે જેના કારણે ગુજરાતનુ રાજકારણ સતત ગરમાય રહ્યુ છે. આ વચ્ચે સુરતમા કઈક એવુ થયુ કે કોંગ્રેસને પોતાની સભા તરત આટોપી લેવાની જરૂર પડી હતી.

આ વિશે વિગતે વાત કરીએ તો સુરતના શાંતાનગર ઉડિયા મંદિર પાંડેસરા ખાતે કોંગ્રેસની સભા હતા. આ સંભા મજુરા વિધાનસભા બેઠક પરથી મેદાને ઉતરેલા ઉમેદવાર બળવંત જૈનએ મંદિરમાં ગોઠવી હતી. પણ આ દરમિયાન અહી મોદી મોદીના નારા લાગવા લાગ્યા અને આખરે સ્થિતિ એવી થઈ કે કોંગેસને સભા આટોપી લેવાનો વિકલ્પ બચ્યો. પીએમ મોદીનો આ ક્રેજ જોઈને હવે કોંગેસ ચિંતામા મૂકાઈ છે.

ચૂટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રચાર અને નોવેદનો આક્રમક બન્યા છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને ઉતરી છે. તમામ રાજકીય પક્ષો ખુરશીની રેસ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

 

Translate »