ક્ષત્રિય રાજપૂત સમાજની ક્ષમા યાચના

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

મોરબી ઝુલતા પુલની દુર્ઘટના અંગે લોકપત્રિકા સતત 3 દિવસથી તમામ બાબતોનું કવરેજ કરી રહી છે. એ જ અરસામાં અમારા વેબ પોર્ટલ પર શ્રાપને લગતા એક સમાચાર લખવામાં આવ્યા હતા. કે જે એક લોકવાયકા હતી. જેના કારણે ગુજરાતના રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. તો અમે રાજપૂત ક્ષત્રિય સમાજની દિલથી માફી માંગીએ છીએ. કોઈ સમાજ, જાતિ કે ધર્મને ટાર્ગેટ કરવો એ અમારો ઈરાદો ક્યારેય નથી રહ્યો અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં રહે. તેમ છતાં જો અમારા લખાણથી કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો અમે ક્ષમા માંગીએ છીએ.

સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારત અને વિશ્વમાં ક્ષત્રિય રાજપૂત સમાજનું યોગદાન બધાની સામે છે. બહેન દીકરીની આબરુ બચાવવાની વાત હોય કે દેશ કાજે માથુ વધારીને આપી દેવાની હોય દરેક વખતે અનાદિ કાળથી ક્ષત્રિય રાજપૂત સમાજ હંમેશા મોખરે રહ્યો છે. અમે પણ આ વાતની ભલિભાતિ કદર કરતા આવ્યા છીએ અને કદર કરીએ છીએ. તેમ છતાં જો એક સમાચારથી કોઈની લાગણી દુભાઈ છે તો અમે તાત્કાલિક અસરથી એ સમાચારને વેબ પોર્ટલથી હટાવી લીધા છે અને સાથે જ ક્ષમા પણ માંગીએ છીએ. આ બાબતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લાના પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજા તેમજ અન્ય અગ્રણીઓના ફોન આવ્યા હતા. તે મુજબ સમાચાર પણ હટાવી દેવામાં આવ્યા છે.

– લોકપત્રિકા અમદાવાદ


Share this Article