હવે માત્ર શિવલીંગ જ નહીં સોમનાથ મંદિરની પ્રદક્ષિણા કરી શકાશે, વડાપ્રધાને ખુલ્લો મૂક્યો આ વૉક-વે

સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાંનિધ્યમાં રૂ.80 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર વિકાસ કામોનું લોકાર્પણ વડાપ્રધાન મોદીએ ઓનલાઈન માધ્યમથી કર્યું છે. સોમનાથ મંદિર પરીસરમાં બનનાર પાર્વતી માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું છે.

આ ચાર લોકાર્પણ ખાતમુહૂર્તમાં સોમનાથ સાગર કિનારે જે 1500 મીટર લાંબો વોક-વેનું ઉદઘાટનનું મહત્વ વધારે છે. બાર જયોતિર્લિંગોમાં પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે સરકારની ટુરિઝમની પ્રસાદ યોજના અંતર્ગત રૂ.45 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાથી સજજ અરબ સાગરના દરિયા કિનારે મુંબઇના મરીન ડ્રાઇવ જેવો 1500 મીટર લાંબો વોક-વેનું 2018ના વર્ષમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહનાં હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું. 1500 મીટર લાંબા વોક-વે પથ સોમનાથના સાગર દર્શન ગેસ્ટ હાઉસથી ત્રિવેણીના બંધારા સુધી બનાવવામાં આવેલો છે. જેમાં બે એન્ટ્રી ગેટ પણ છે. આ વોક-વે પથમાં સોમનાથ આવતા યાત્રીકો સાયકલીંક, લોકો વોક-વે કરી શકે તેમજ ભારતીય સંસ્કૃતિને લગતા ચિત્ર ગેલેરી નિહાળી શકે છે. તેમજ મ્યુઝિક તેમજ રાત્રી સમયે સ્ટ્રીટ લાઇટ ચાલુ રહેશે. માત્ર આ વોક-વે પથ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે યાત્રિ સુવિધાના અનેક વિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ કરાયું છે. સોમનાથ તીર્થ રાષ્ટ્રીય તીર્થ છે, આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશથી પ્રતિ વર્ષ કરોડો શ્રધ્ધાળુંઓ આવતા હોય છે, યાત્રી સુવિધાના મહત્વના પ્રોજેક્ટ સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ), સોમનાથ એક્ઝીબીશન ગેલેરી, માતોશ્રી અહલ્યાબાઇ નિર્મિત જૂના સોમનાથ મંદિર (1783) નવનિર્મિત પરિસરના લોકાર્પણ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરાયા છે. તેમજ નુતન પાર્વતી મંદિર ની શિલાન્યાસ વિધી કરવામાં આવનાર છે.

પ્રોમોનેડ સોમનાથ ખાતે પ્રસાદ યોજના અંતર્ગત 1.48 કિ.મી. લાંબા (વોક-વે) સમુદ્ર દર્શન પથ (પ્રોમોનેડ) બનાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાનું પાણી મંદિર તરફ આવતું અટકાવવાનો તેમજ મંદિરની દીવાલને રક્ષણ આપવાનો છે. વોક-વે પર યાત્રિકોને બેસવાની પણ વ્યવસ્થા કરેલ છે. આ પ્રોજેક્ટમાં પ્રવેશ માટે તેમજ બહાર નીકળવા માટે બે જગ્યાએ સીસીટીવીથી સજ્જ કેબીન બનાવવામાં આવેલ છે જેથી પ્રવેશ તેમજ નિકાસ ને નિયંત્રણ કરી શકાય. આ વોક-વે પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલ છે. અહીં પ્રવેશમાં દીવાલની બંને બાજુમાં આકર્ષક પૌરાણીક આધ્યાત્મિક ચિત્રો દોરવામાં આવેલ છે તથા બાળકોના મનોરંજન માટે રસ્તા પર સ્ટ્રીટ ગેમ્સ પણ રાખવામાં આવી છે. વોક-વે નિર્માણનો કુલ ખર્ચ રૂ.47.55 કરોડ થયેલો છે. વોક-વેના નિર્માણથી સ્થાનિક રોજગારી વધશે. તેમજ દેશ-વિદેશથી આવતા યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રોમોનેડ વોક-વે માં પ્રવેશ માટે રૂ.5/- ની ટિકિટ રાખવામાં આવેલ છે. 10 વર્ષથી નીચેનાને ફ્રિ પ્રવેશ આપવામાં વોક-વે માં પ્રવેશ માટે રૂ.5/- ની ટિકિટ રાખવામાં આવેલ છે. 10 વર્ષથી નીચેનાને ફ્રિ પ્રવેશ આપવામાં આવશે. આ ટીકીટ 02 કલાકના સમય માટેની રહેશે.

સોમનાથ એક્ઝીબીશન ગેલેરી (સંગ્રહાલય) સોમનાથ મંદિરના હજારો વર્ષના ઇતિહાસમાં મંદિરના વિધ્વંસ અને પૂન: નિર્માણની પ્રક્રિયા ચાલતી રહી છે. ભુતકાળમાં મંદિરની ભવ્યતા આ વિસ્તારમાં પ્રાપ્ત થતાં શિલ્પોમાંથી જોવા મળે છે. ઇ.સ. 11-12 મી સદી અને અગાઉનાં પ્રાપ્ત મંદિરોના અવશેષોનું સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ કરી મંદિર-સ્થાપત્યની ઝલક આપતા સંગ્રહાલયની રચના કરવામાં આવી છે.

Translate »