લ્યો!! આમા કોને કહેવા જવું? હવે રાજકોટના જસદણમાં ખુલ્લેઆમ દારુ પીને ટલ્લી થઈને 5 યુવાનો ‘પીલે…પીલે… ઓ મર જાની’ ગીત પર ગાંડા કાઢી રહ્યા છે!

હવે તો શું કરવું અને શું ન કરવું એ જ સમજાય એવી પરિસ્થિતી નથી. કારણ કે એક તરફ લઠ્ઠાકાંડમાં 30થી વધારો લોકોના જીવ ગયા છે અને હજુ પણ યુવાનો દારુ પીને ખુલ્લેઆમ રખડી રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધીનો અમલ કરાવવામાં પોલીસ ક્યાંક ને ક્યાંક પાછી પડતી હોય એવું 100 ટકા લાગી રહ્યું છે, કારણ કે આ બધા પુરાવા એ જ વાતની સાબિતી પુરે છે. બોટાદમાં કથિત લઠ્ઠાકાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં વધુ એક દારૂની પાર્ટીનો વીડિયો સામે આવ્યો છે અને ફરીથી એકની એક જ રામાયણ ઉભી થઈ છે.

ગુજરાતના યુવાનોને બરબાદ કરવા માટે ડ્રગ્સની ઘૂસણખોરી કરવામાં આવી રહી છે તો બીજી તરફ યુવાનો દારૂના નશામાં ધૂત થઈને રખડી રહ્યા છે. રાજકોટના જસદણ વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે, નરી આંખે જોઈ શકાય છે કે પાંચ યુવાનો ખુલ્લેઆમ દારૂના નશામાં ટલ્લી બનીને ગાંડા કાઢી રહ્યા છે. દારૂ પીને જાહેર માર્ગ ઉપર છાકટા બન્યા છે. પીલે..પીલે ઓ મેરે રાજા ગીત પર યુવાનો બોટલો લઇને ડાન્સ પણ કરી રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

વિગતો એવી પણ મળી રહી છે કે વીડિયો સામે આવતા જિલ્લા પોલીસે આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે. ઇંગ્લિશ દારૂ પીને નશામાં ચૂર યુવાનોને પોલીસનો કોઇ ડર નથી એવું 100 ટકા લાગી રહ્યું છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે ગુજરાતમાં ઇંગ્લિશ દારૂ આવે છે ક્યાંથી ? શું કરી રહ્યું છે જસદણનું તંત્ર ? ખુલ્લેઆમ દારૂ પીને છાકટા બનેલા આ યુવાનો વિરુદ્ધ કાર્યવાહી થશે ખરા ?

Translate »