એનએસએ બેઠકમાં ભારતે ભાગ લેવાનો કર્યો ઇન્કાર, ભારતનાં જવાબથી પાક ઉશ્કેરાયું

દેશની સરહદ પર ચીન અને પાકિસ્તાનની મીલીભગત સાથે વિવિધ પ્રકારના ઉશ્કેરણીજનક ઉબાડીયા ચાલી રહ્યા છે. આવા સમયમાજ ભારતની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે અફઘાનિસ્તાનના પડોશી દેશની સુરક્ષાને લઈને ઉભી થયેલ ચિંતાને કારણે તેમજ અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન અને તેના ભવિષ્યને લઈને માન્યતા આપવા બાબતે તથા અફઘાનિસ્તાનમાં વધી રહેલા ઉગ્રવાદ અને ચરમપંથી ખતરા તથા ક્રોસ બોર્ડર આતંકવાદ સહિતના પ્રશ્નોની ચર્ચા માટે અફઘાનિસ્તાન સરહદી દેશોની એક મિટિંગનું આયોજન કર્યું છે.

આ મીટીંગમાં ઈરાન, કજાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉજબેકિસ્તાન તેમજ રશિયા હાજર રહેવાના છે. જ્યારે કે ચીન અને પાકિસ્તાન હાજર રહેવાના નથી. આ બે દેશો સિવાય સાતેય દેશો બેઠકમાં હાજર રહેવાની સહમતિ આપી દીધી છે. ચીનની આવવાની સંભાવના સોમવાર પહેલા બતાવાઈ રહી હતી પરંતુ આખરે ચીને મિટિંગમાં હાજર રહેવા અસમર્થ હોવાનું જણાવેલ.

તેના કારણમાં જણાવ્યું કે શિડ્યુલીગથી જાેડાયેલ તકલીફને લઈને તે આ મીટીંગમાં હાજરી આપવા માટે અસમર્થ છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર ચીન અને ભારત વચ્ચે આ મુદ્દા ઉપર દ્વિપક્ષી રીતે વાતચીત ચાલુ રાખવાની વાત કરી છે. જ્યારે કે પાકિસ્તાન હાજર ન રહેવા બાબતે સરકારથી જાેડાયેલા સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાનનો દ્ગજીછ બેઠકમાં હાજર રહેવાનો ઇનકાર તેની અફઘાનિસ્તાનને લઈને માઈન્ડ સેટને બતાવે છે કે જ્યાં તેને વિનાશકારી ભૂમિકા ભજવી છે. જાેકે પાકિસ્તાને અગાઉની આ પ્રકારની બેઠક બેઠકમાં ભાગ લીધો ન હતો……!

Translate »