આખા ગુજરાતમાં દૂધની ડેરીઓમાં લોકોની પડાપડી, દૂધ ન મળવાનું હોવાથી ચારેકોર હોબાળો, માલધારી સમાજને પણ બાપુએ કરી મોટી વિનંતી

પોતાની માંગને લઈને રાજ્યમા હાલ માલધારી સમાજ સરકાર સામે મેદાને આવ્યો છે. આ લડત માટે તેમણે આવતીકાલે રાજ્યના અનેક પ્રાંતોમાં દૂધ વિતરણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર બાદ આજે અમદાવાદમાં ઠેરર્ઠેર દૂધની ડેરીઓની બહાર લોકો ઉમટી પડ્યા છે. શહેરના બોડકદેવ નજીક આવેલી અમુલ ડેરી પાસે ગ્રાહકોની લાઇન લાગી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લાઓ સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરામા પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.

આ વચ્ચે દુધરેજ વડવાળા મંદિરના ગાદીપતિ, માલધારી સમાજના ગુરૂ ગાદીના પૂજય કની રામ બાપુનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે. તેમણે માલધારીઓને અપીલ કરતા કહ્યુ છે કે કોઈપણ જગ્યાએ આંદોલન દરમિયાન દૂધના ટેન્કરો રોકવા નહી. વધુમાં અમૂલ દૂધની વિતરણ વ્યવસ્થાને પણ અટકાવવી નહી. ડેરી તેમજ કોઈના દૂધ ટેંકરોને રોકીને પણ ધમાલ ન કરવી. આપણે માત્ર આપણી ગાયો-ભેંસોનું દૂધ નથી વેચવાનું.

તેમણે માલધારી સમાજને અપીલ કરી છે કે ડેરી આથી દ્વારકાવાળાને માનતા હોય તો મહેરબાની કરીને ધમાલ ન કરતા. આ વિવાદ અંગે વિગતે વાત કરીએ તો માલધારી સમાજના લોકોનો કેટલીક માંગ છે જે સરકારે માની નથી. હવે આ માંગોને લઈને જ માલધારી સમાજના લોકો રોષે ભરાયા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

માલધારીઓની માંગ:
-ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ રદ થાય.
-ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો.
-માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો.
-ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા.
-નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત કરવી.

Translate »