‘હિંદુ રાષ્ટ્રમાં લાઉડસ્પીકર નહીં મળે’, ધારાસભ્યએ એવા એવા ખરાબ શબ્દો કહ્યાં કે- મુસ્લિમોને માર મારવો હોય તો તમે…

Lok Patrika Desk
Lok Patrika Desk
3 Min Read
Share this Article

પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા તેલંગાણાના ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય ટી રાજા સિંહએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમના નફરતભર્યા ભાષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આમાં તેને મુસ્લિમો વિરુદ્ધ બોલતો બતાવવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સિંહના તાજેતરના ભાષણનો છે.

હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે માંગ્યુ સમર્થન

ટી રાજા સિંહે કહ્યું કે જે કોઈ હિંદુઓ વિરુદ્ધ બોલશે તેને અમે બક્ષીશું નહીં. સિંહને યુવાનોના મોટા ટોળાને કહેતા સાંભળી શકાય છે કે આપણા હિન્દુ રાષ્ટ્રમાં તમે દિવસમાં પાંચ વખત જે કરો છો તે કરવા માટે તમને લાઉડસ્પીકર પણ નહીં મળે. સિંહે એવો પણ દાવો કર્યો હતો કે શિવસેનાના સ્થાપક દિવંગત બાલ ઠાકરેએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં સ્પ્રે વડે જંતુઓ અને કોકરોચ (મુસ્લિમો)ને ખતમ કરવાની વાત કરી હતી.

2026 સુધીમાં ‘દેશને ‘અખંડ હિન્દુ રાષ્ટ્ર’ જાહેર કરાશે

ટી રાજા સિંહ આટલેથી ન અટક્યા. તેણે વધુમાં મુસ્લિમો માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે જો કોઈ તેમને મારવા માંગતું હોય તો તેણે બજરંગ દળમાં જોડાવું જોઈએ. તેઓ ભારતને ‘હિન્દુ રાષ્ટ્ર’ બનાવવા માટે યુવાનોનું સમર્થન માગતા પણ સાંભળવા મળે છે. મહારાષ્ટ્રની ‘ભૂમિ’ જાણીએ કે છત્રપતિ શિવાજી મહારાજની સેના તૈયાર છે. જે લોકો હિંદુઓ વિરુદ્ધ વાત કરે છે અથવા ગાયોની હત્યા કરે છે તેઓને ખબર હોવી જોઈએ કે અમે તૈયાર છીએ. સિંહે કહ્યું કે 2026 સુધીમાં ભારતને ‘અખંડ હિન્દુ રાષ્ટ્ર’ તરીકે જાહેર કરવામાં આવશે.

ફેસબૂકે પણ કમર તોડી નાખી, ફરીથી 10,000 લોકોને નોકરીમાંથી કાઢી ઘરભેગા કરી દીધા, 5000ની ભરતી પણ કરી રદ્દ

આજથી 3 દિવસ એકધારો વરસાદ પડશે, હવામાન વિભાગે આ જિલ્લા માટે કરી ધાતક આગાહી, ખેડૂતોનું કરોડોનું નુકસાન

નવો-નવો ધંધો શરૂ કરનાર હજારો વેપારીઓ ડૂબી જશે, લાખો લોકોની નોકરી છીનવાઈ જશે, બેંક ડૂબી એમાં બધું તાણતી ગઈ

તેમણે કહ્યું કે અહમદનગર અને હૈદરાબાદના નામ બદલીને અહિલ્યાબાઈનગર અને ભાગ્યનગર કરવામાં આવશે. હિન્દુઓ માંગ કરી રહ્યા છે કે દેશને ‘અખંડ હિન્દુ રાષ્ટ્ર’ બનાવવો જોઈએ. જો ત્યાં 50થી વધુ ઇસ્લામિક દેશો અને 150થી વધુ ખ્રિસ્તી રાષ્ટ્રો હોઈ શકે તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ જાહેર ન કરી શકાય. ગમે તે થાય, 2025 અને 2026માં ભારતને ‘અખંડ હિન્દુ રાષ્ટ્ર’ તરીકે જાહેર કરવામાં આવશે. હું આ નથી કહેતો, આ બધા ઋષિ-મુનિઓની ગર્જના છે અને આ તેમની આગાહી છે.


Share this Article
TAGGED:
Leave a comment