Politics News: ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ‘અનુપમા’ અને ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવી સિરિયલોમાં કામ કરનાર રૂપાલી બુધવારે (1 મે)ના રોજ ભાજપમાં જોડાઈ હતી. રૂપાલીએ દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. આ દરમિયાન આગેવાનોએ રૂપાલીને ફૂલનો ગુલદસ્તો આપીને અને ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.
ભાજપમાં જોડાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રૂપાલીએ કહ્યું હતું કે મેં વિકાસનો મહાયજ્ઞ જોઈને પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેણીએ કહ્યું, “જ્યારે હું વિકાસનો આ ‘મહા યજ્ઞ’ જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે જેથી હું જે પણ કરું, તે યોગ્ય અને સારું કરી શકું.” તેમનો ભાજપમાં પ્રવેશ એવા સમયે થયો છે જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. બે તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે.
પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ જ અધિકાર નથી… ‘સ્ત્રીધન’ પર સુપ્રીમ કોર્ટની 5 વાતો તમારે જાણવી જોઈએ
WhatsApp એ કહ્યું ‘ તો અમે ભારત છોડીને ચાલ્યા જઈશું’, સરકારી નિયમોમાં કહેવામાં આવ્યું છે આવું-આવું!
બધા સવાલોનું સુરસુરિયું: EVM દ્વારા જ થશે મતદાન, સુપ્રીમ કોર્ટે બધી અરજીઓ ફગાવી દીધી
પીએમ મોદી સાથે મુલાકાતનો ઉલ્લેખ કર્યો
રૂપાલી નાના પડદાની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફેન તરીકે મળવાની વાત કરી રહી હતી. પીએમને મળ્યા બાદ તેણે કહ્યું હતું કે, “હું મારા મનમાં આ દિવસને યાદ કરવાનું ક્યારેય નહીં ભૂલીશ. આ એક એવો દિવસ છે જ્યારે મારું સપનું સાકાર થયું છે. મારું સપનું પીએમ મોદીને મળવાનું હતું.