રજનીકાંતની દીકરી ઐશ્વર્યા છે હોસ્પિટલમાં એડમિટ, તસવીરો સામે આવતા ચાહકો મૂંઝવણમાં

સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત આ દિવસોમાં ચર્ચામાં છે. થોડા સમય પહેલા ઐશ્વર્યાએ તેના પતિ ધનુષ સાથે છૂટાછેડા લીધા હતા. બંનેએ પરસ્પર સમજૂતીથી એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. થોડા દિવસો પહેલા ઐશ્વર્યાને કોવિડ થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

તાજેતરમાં જ ફરીવાર એશ્વર્યાની કેટલીક હોસ્પિટલની તસવીરો સામે આવી છે. જેમાં તે હોસ્પિટલમાં છે તે જોઈ શકાય છે. તેની તસવીર જોઈને ફેન્સ ખૂબ જ પરેશાન થઈ ગયા છે.  ઐશ્વર્યા રજનીકાંતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે. આ તસવીરો ઐશ્વર્યાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઐશ્વર્યાએ એ પણ શેર કર્યું કે શા માટે તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

પોતાની તસવીરોના કેપ્શનમાં ઐશ્વર્યાએ લખ્યું, ‘કોવિડ પહેલા અને કોવિડ પછીનું જીવન. હૉસ્પિટલમાં ફરીથી તાવ અને ચક્કર આવે છે અને મને ખબર નથી કે શું, પરંતુ જ્યારે સૌથી આરાધ્ય, પ્રેરણાદાયી અને પ્રેરક ડૉક્ટર પાસે આવે છે ત્યારે એટલું ખરાબ નથી લાગતું. જો કે કારણ જાણ્યા બાદ લોકોને થોડી રાહત મળી હતી. ઐશ્વર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

Translate »