ભારતના ક્રિકેટરોનું તો કંઈ ન આવે, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોને મળે છે અધધ.. રૂપિયા પગાર, બન્ને વચ્ચેનો તફાવત જાણીને ચોંકી જશો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી એટલે કે 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે. આ ટી-20 સિરીઝ પહેલા મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની શક્તિ અને નબળાઈઓને લઈને ઘણી ચર્ચા થાય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની સેલેરી ટીમ ઈન્ડિયાના ક્રિકેટરો કરતા ઘણી વધારે છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ વચ્ચેના પગારમાં તફાવત તમને પણ આશ્ચર્યચકિત કરી શકે છે.

જણાવી દઈએ કે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મુજબ ટીમ ઈન્ડિયાના ગ્રેડ A+ ક્રિકેટરોને 7 કરોડ, ગ્રેડ Aના ક્રિકેટરોને 5 કરોડ, ગ્રેડ Bના ક્રિકેટરોને 3 કરોડ અને ગ્રેડ C ક્રિકેટરોને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળે છે. જો આપણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ પર નજર કરીએ તો, ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને વાર્ષિક આશરે 10.70 કરોડ રૂપિયા મળે છે. ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને વાર્ષિક 8.56 કરોડ રૂપિયા મળે છે. ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નરને વાર્ષિક 8.2 કરોડ રૂપિયા મળે છે, મિચેલ સ્ટાર્કને 7.49 કરોડ રૂપિયા વાર્ષિક મળે છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીઓની સેલેરી ભારતના ટોપ 3 ક્રિકેટરો કરતા વધુ છે.

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ-A+માં માત્ર 3 ભારતીય ખેલાડીઓ સામેલ છે જેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહનું નામ આવે છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહને બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મુજબ વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે જે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ કરતા ઘણા ઓછા છે.

Translate »