સપના ચૌધરીના નવા સોન્ગ બાંગરોએ મચાવી છે ધમાલ, ચાર દિવસમાં તૂટ્યા તમામ રેકોર્ડ

છેલ્લા ઘણા સમયથી હરિયાણવી ગીતોએ જાેરદાર ધમાલ મચાવી છે. દરરોજ કોઈને કોઈ હરિયાણવી ગીત સોશિયલ મીડિયામાં છવાઈ જાય છે. જ્યારે હરિયાણવી ગીતોની વાત હોય અને સપના ચૌધરીનો ઉલ્લેખ ન હોય એવું બની જ ન શકે. સપના ચૌધરીનું ગીત જ્યારે પણ આવે છે તે જાેરદાર ધમાલ મચાવે છે. ફરી એક વાર આવું જ થઈ રહ્યું છે. સપના ચૌધરીનું નવું ગીત બાંગરો છવાઈ ગયું છે. રિલીઝ થયા બાદથી જ આ ગીત ટ્રેડિંગ સોન્ગના લિસ્ટમાં આવી ગયું છે.

સપના ચૌધરીને કોઈ ઓળખાણની જરુર નથી. તેના ગીતોમાં થોડીક જ મિનિટોમાં લાખો વ્યૂઝ આવી જાય છે. પ્રશંસકો તેના નવા- નવા ગીતો સાંભળવા માટે આતુરતાથી રાહ જાેતા હોય છે. સપનાનું નવું ગીત બાંગરોને યૂટ્યૂબ પર જાેરદાર પસંદ કરવામાં આવી રહ્યું છે. અ ગીતમાં સ્વર આનંદ ચહલ અને પ્રિન્સ રોજે આપ્યો છે.
બાંગરો સપના ચૌધરી અને પ્રિન્સ રોજ પર ફિલ્માંકન કરેલું ગીત છે. બંનેની ક્યૂટ સ્ટોરીને પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણથી આ ગીતને ચાર દિવસની અંદર જ ૧૪ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સપનાનું બાંગરો ગીત યૂટ્યૂબ ચેનલ ૪૭ ઇીષ્ઠર્ઙ્ઘિજ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતને રિલીઝ થવાના સાત કલાકની અંદર જ લગભગ ૫ લાખ વ્યૂઝ મળી ગયા હતા.

સપના ચૌધરીના ગીતો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં તેના ફોલોઅર્સ છે અને જ્યારે પણ તેનું નવું ગીત આવે છે તો તેના પ્રશંસકો ખૂબ જ ઉત્સાહથી તેના પર પ્રેમ વરસાવે છે.
છેલ્લા થોડાક સમયથી સપનાએ સ્ટેજ શોથી અંતર રાખી દીધું છે પરંતુ તે સતત નવા નવા મ્યૂઝિક આલ્બમ રિલીઝ કરી રહી છે જેનાથી તે પોતાના ફેન્સને દિવાના બનાવી રહી છે. ગીતોમાં ફેન્સને સપના ચૌધરી દેશી અને વેસ્ટર્ન બંને અંદાજમાં જાેવા મળી રહી છે.

Translate »