સૌરવ ગાંગુલી અને વિરાટના વિવાદે ખળભળાટ મચાવ્યો, હવે ગાંગુલી આવ્યો મેદાને, કહ્યું- કોહલી ખુબ લડે છે, એનો એટિટ્યૂડ….

હાલમાં જ ભારતીય ક્રિકેટ જગતમાં સૌરવ ગાંગુલી અને વન-ડેના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના વિવાદે ભારે ખળભળાટ મચાવ્યો હતો. ટી-૨૦ ટીમનું સુકાનીપદ છોડવા મામલે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીના અલગ-અલગ નિવેદનોને કારણે વિવાદ ઉઠ્‌યો હતો. જાે કે, તે બાદ સૌરવ ગાંગુલીએ આ મામલે કોઈપણ ટિપ્પણી કરવાની મનાઈ કરી દીધી હતી અને કહ્યું હતું કે બીસીસીઆઈ આ મામલે ર્નિણય કરશે.

જાે કે, હવે મીડિયા સમક્ષ વાત કરતાં સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના એટિટ્યુડને લઈને વ્યંગ કર્યો હતો. હાલમાં ગુંડગાંવમાં આયોજિત એક ઈવેન્ટમાં બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી ઉપસ્થિત રહ્યો હતો. આ ઈવેન્ટમાં પત્રકારોના અનેક સવાલોના તેઓએ જવાબ આપ્યા હતા. આ દરમિયાન એક પત્રકારે સૌરવ ગાંગુલીને સવાલ કર્યો હતો કે, કયા ખેલાડીનો એટિટ્યુડ તેઓને સૌથી વધારે પસંદ છે?

જેનો જવાબ આપતાં ગાંગુલીએ કહ્યું હતું કે, મને વિરાટ કોહલીનો એટિટ્યુડ પસંદ છે, પણ તે બહુ લડે છે. આ ઉપરાંત ક્રિકટ્રેકરની ખબર અનુસાર આ ઈવેન્ટમાં ગાંગુલીને જ્યારે પુછવામાં આવ્યું કે, પોતાના જીવનમાં તણાવનો સામનો કેવી રીતે કરે છે? તો તેના જવાબમાં ગાંગુલીએ કહ્યું કે, જીવનમાં કોઈ તણાવ છે જ નહીં, ફક્ત પત્ની અને ગર્લફ્રેન્ડ જ તણાવ આપે છે.સૌરવ ગાંગુલીના આ પ્રકારના જવાબો બાદ ત્યાં ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સાઉથ આફ્રિકાના પ્રવાસ પર રવાના થતાં પહેલાં ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ટી૨૦ ટીમનું સુકાનીપદ છોડવાના ર્નિણયને બીસીસીઆઈ દ્વારા આવકારવામાં આવ્યો હતો. જાે કે, કોહલીના આ નિવેદન અગાઉ ગાંગુલીએ નિવેદન આપ્યું હતું કે, વિરાટ કોહલીને ટી૨૦ ટીમનું સુકાનીપદ ન છોડવા માટે તેને વિનંતી કરવામાં આવી હતી. જાે કે કોહલી અને ગાંગુલીના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જાેવા મળતાં વિવાદ ઉભો થયો હતો.

Translate »