માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી
માઉન્ટ આબુ (દીપક ત્રિપાઠી દ્વારા): શિયાળાની ગુલાબી ઠંડીએ હવે ધીરે-ધીરે પોતાનો અસલ અને આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર પશ્ચિમ ભારતના હવામાન પર જોવા મળી રહી છે, જેના પરિણામે લોકો છેલ્લા બે દિવસથી કાતિલ...

