આવડી ઉંમરે આવા ઉચ્ચ વિચારો? વાહ વાહ ખુબ આગળ જશે, તૈમૂર બેંક લૂંટીને બધા પૈસા ચોરી કરવા માંગતો’તો

બોલીવુડના પાવર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાનના પુત્ર તૈમૂર અલી ખાન લોકોના ફેવરેટ સ્ટાર કિડ છે. તે મોટાભાગે પોતાની ક્યૂટનેસના લીધે પ્રશંસા મેળવતો રહે છે. પરંતુ અમે તમને આજે તેમના વિશે એક એવી વાત જણાવવા જઇ રહ્યા છીએ તેને જાણીને તમને વિશ્વાસ નહી થાય. જી હાં! તૈમૂર બેંક લૂંટવા અને બધાની પૈસા ચોરી કરવાનો વાત કરતો હતો. સૈફે આ વાતો રાની મુખર્જી સાથે વાતચીત દરમિયાન જણાવી.

તૈમૂરના પિતા સૈફ અલી ખાને તેમને લઇને કેટલાક રસપ્રદ ખુલાસા કર્યા છે. સૈફે જણાવ્યું કે જ્યારે તૈમૂરે તેમની ફિલ્મના કેટલાક સીન્સ જાેયા તો તે નકલી તલવાર લઇને ઘરમાં બધાની પાછળ દોડતો હતો. જ્યારે સૈફ તેમને સમજાવતા હતા કે આ ફિલ્મનો ગુડ બોય છે અને આ બેડ બોય. તો તે કહેતો હતો કે મારે બેડ બોય બનવું છે. રાની તેમની વાત સાંભળીને હસવા લાગે છે અને કહે છે, તેના માટે અત્યારે આજ કરવું બેસ્ટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાને યશ રાજ ફિલ્મ્સના યૂટ્યૂબ ચેનલ પર રિલીઝ કરવામાં આવેલા એક વીડિયોમાં વાતચીત દરમિયાન રાની મુખર્જીએ સૈફ અલી ખાન એ પૂછ્યું તમને યાદ હશે કે કિસિંગ સીનને કરતાં પહેલાં અમે કેટલા ડરેલા હતા. જેના જવાબમાં સૈફ અલી ખાને કહ્યું કે મને યાદ છે કે તે શોટને લઇને તમે કેટલા ડરેલા હતા.

Translate »