તારક મહેતા બઘાને પછાડીને ટીઆરપી લિસ્ટમાં નંબર વન પોઝિશન ઉપર

આ અઠવાડિયે ટીઆરપી લિસ્ટ ઓરમેક્સ દ્વારા બહાર પાડવામાં આવી છે અને મોટો ફેરફાર જાેવા મળ્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તો કમાલ કરી નાખી. આ શો એ ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને જબરદસ્ત પછડાટ આપી છે. નાના પડદાના સૌથી લોકપ્રિય શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ છેલ્લા અનેક વર્ષોથી ટોપ 10માં પોતાની જગ્યા જાળવી રાખી છે.

દિલિપ જાેશી સ્ટારર આ શોમાં કાલા કૌઆ મિશને ફેન્સના દિલ જીતી લીધા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર પહોંચી ગયો. તેણે અનુપમાને બીજા નંબરે ધકેલી દીધી. રુપાલી ગાંગુલી, મદાલસા શર્મા, અને સુધાંશુ પાંડે સ્ટારર શો અનુપમા શરૂઆતથી ચર્ચાનો વિષય બનેલો છે. આ અઠવાડિયે આવેલા ટીઆરપી લિસ્ટમાં અનુપમા બીજા નંબરે છે. અત્રે જણાવવાનું કે આ શોએ શરૂઆતથી જ દર્શકોનો ખુબ પ્રેમ મેળવ્યો છે. ટીઆરપી યાદીમાં ટોપ ૨માં જ્યાં ફિક્શન્સ શો છે ત્યાં ત્રીજા નંબરે રિયાલિટી શો ‘સુપર ડાન્સ ચેપ્ટર ૪ છે. શોમાં સતત આવતા ડ્રામેટિક ઈન્સિડન્ટ્‌સ દર્શકોને જકડી રાખે છે. આ યાદીમાં ચોથા નંબરે પણ એક રિયાલિટી શો છે.

ઈન્ડિયન આઈડલ ભલે કોઈને કોઈ કારણસર ચર્ચા અને વિવાદમાં રહ્યો હોય પરંતુ સ્પર્ધકોના મધુર અવાજના કારણે આ શો દર્શકોના મન જીતી રહ્યો છે અને ચોથા નંબરે છે. તારક મહેતાની જેમ યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ પણ અનેક વર્ષોથી ટીઆરપી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી રાખી છે. આ અઠવાડિયાની વાત કરીએ તો આ શો હાલ ટીઆરપી લિસ્ટમાં પાંચમા નંબરે છે.

Leave a Reply

Your email address will not be published.

Translate »