ખાસ ખાસ જાણવા જેવાં સમાચાર: એરપોર્ટ, રેલવે કે બસ સ્ટેશન પર તમે પણ ફોન ચાર્જમાં મુકતા હોય તો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

શું તમે પણ પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જ કરો છો. જો હા, તો તરત જ આ આદત બદલો. આમ કરવાથી તમારા બેંક ખાતામાં પર ખતરો છે. હા, સાર્વજનિક સ્થળે મોબાઈલ ફોન ચાર્જ કરવો ખૂબ જ જોખમી હોઈ શકે છે. હેકર્સે આ રીતે ઘણા લોકોના બેંક ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધા છે. આજકાલ હેકર્સ જ્યુસ જેકિંગ એટેક દ્વારા લોકોના મોબાઈલ હેક કરી રહ્યા છે. આ હેઠળ સાયબર ક્રાઇમ કરનારા લોકો જાહેર સ્થળે એટલે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અથવા મોલમાં યુએસબી ચાર્જિંગ પોર્ટ ફ્રીમાં રાખે છે. તાજેતરમાં હૈદરાબાદમાં એક ઘટના બની હતી.

અહી એક કંપનીના સીઈઓના ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. તેણે પોતાનો મોબાઈલ સાર્વજનિક જગ્યાએ યુએસબી પોર્ટ દ્વારા ચાર્જ કર્યો હતો. દિલ્હીમાં પણ થોડા દિવસો પહેલા એક મહિલા તરફથી આવી ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે તેને મેસેજ આવ્યો કે તેના બેંક ખાતામાંથી 1 લાખ 20 હજાર રૂપિયા ઉપડી ગયા છે. આ મોબાઈલ કેવી રીતે હેક થાય છે, તમે આ હેકર્સથી કેવી રીતે બચી શકો. આવો જાણીએ આ સમાચારમાં.

સાયબર અપરાધીઓ ચાર્જિંગ સ્ટેશન દ્વારા જાહેર સ્થળોએ લગાવેલા મોબાઈલને હેક કરે છે. જેવો જ તમે તમારા મોબાઈલને પાવર સ્ટેશન પર ચાર્જ કરવા માટે મુકો છો, ત્યારે જ તમારા ફોનના USB પોર્ટ દ્વારા ક્રાઉલર પ્રોગ્રામ અથવા માલવેર ઇન્સ્ટોલ થઈ જાય છે. ત્યારે જ હેકરને તમારા ફોનનો એક્સેસ મળે છે. ફેબ્રુઆરી 2021માં એક સંશોધનમાં જાણવા મળ્યું કે દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, પુણે અને હૈદરાબાદમાં જાહેર સ્થળોએ 22% ચાર્જિંગ સ્ટેશન સુરક્ષિત નથી. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફ્રી વાઈફાઈમાં 33 ટકા કનેક્શન એવા હતા કે જે ફોન કે લેપટોપમાં માલવેર કે વાયરસને ધકેલતા હતા જેના કારણે હેકરને ડેટા સરળતાથી મળી રહે છે.

*આ બાબતો ધ્યાનમાં રાખો:
જો તમે તમારા મોબાઈલ પર છેતરપિંડીથી બચવા ઈચ્છો છો, તો તમારે સાર્વજનિક સ્થળોએ ઉપલબ્ધ ચાર્જિંગ સ્ટેશન પર મોબાઈલ ચાર્જ કરવાનું ટાળવું જોઈએ. આ સિવાય તમારા ફોનનું ચાર્જર, બેટરી બેંક તમારી સાથે રાખો જેથી ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે. તેમ છતાં જો તમે ક્યાંક ઈમરજન્સીમાં હોવ અને મોબાઈલ ચાર્જ કરવાનો હોય તો તમારે તમારા મોબાઈલને દિવાલ પર લગાવેલા ઈલેક્ટ્રીકલ સોકેટમાં ચાર્જ કરવો જોઈએ. તમારા મોબાઈલના સેટિંગમાં યુએસબી ડીબગિંગ હેઠળ એક વિકલ્પ છે જેના પર Install over ADB લખેલું હશે. તેને હંમેશા બંધ રાખો. તમે એન્ટી વાઈરસ પણ ઈન્સ્ટોલ કરી શકો છો જે તમારા ડેટાની ચોરી થવાથી બચાવી શકે છે.


Share this Article
TAGGED: ,