વૈશ્વિક ટેક જાયન્ટ ગૂગલ લોકપ્રિય નેવિગેશન એપ્લિકેશન ગૂગલ મેપ્સ માટે મોટી તૈયારીઓ કરી રહ્યું છે. ગૂગલે તેના મેપ્સ પ્લેટફોર્મ પરથી ભારતીય ડેવલપર્સને વધુ સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. હવે ભારતીય ડેવલપર્સ રુટ, પ્લેસ અને એન્વાયર્મેન્ટ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (એપીઆઇ) અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સ (એસડીકે) વગેરેનો નિઃશુલ્ક ઉપયોગ કરી શકશે. આ સેવા 1 માર્ચ 2025થી મળશે.
1 માર્ચ 2025થી ડેવલપર્સને માસિક મર્યાદા સુધી નકશા, રૂટ, લોકેશન અને એન્વાયર્નમેન્ટ પ્રોડક્ટ્સની સેવાઓ મફતમાં મળશે. આનાથી તેઓ ડાયનેમિક સ્ટ્રીટ વ્યૂ અને નજીકના સ્થાનો જેવા વિવિધ ઉત્પાદનોને કોઈપણ સ્પષ્ટ ખર્ચ વિના સરળતાથી એકીકૃત કરી શકશે.
$6,800 સુધીની મફત સેવાઓનો ઉપયોગ
ગૂગલ મેપ્સ પ્લેટફોર્મના પ્રોડક્ટ મેનેજમેન્ટના સિનિયર ડિરેક્ટર ટીના વેઇન્ડએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ભારતમાં, આનો અર્થ એ છે કે આજે અમે ઓફર કરીએ છીએ તે 200 ડોલરની માસિક ક્રેડિટને બદલે, ડેવલપર્સ ટૂંક સમયમાં દર મહિને 6,800 ડોલરની મફત સેવાઓનો ઉપયોગ કરી શકશે.”
70 લાખ કિ.મી.થી વધુ માર્ગોનું કવરેજ
ગૂગલ મેપ્સ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતમાં ડિલિવરીથી લઈને ટ્રાવેલ એપ્સ સુધી થાય છે. વિન્ડે જણાવ્યું હતું કે, “ભારતમાં અમારું કવરેજ 7 મિલિયન કિલોમીટરથી વધુ રસ્તાઓ, 300 મિલિયન ઇમારતો અને 35 મિલિયન વ્યવસાયો અને સ્થળો સુધી ફેલાયેલું છે.”
હિંદુ મહિલાઓને તેમના પતિની સંપત્તિ પર કેટલો અધિકાર છે? સુપ્રીમ કોર્ટની મોટી બેંચ નિર્ણય કરશે
ભારતમાં સ્પેસિફિક પ્રાઇસિંગનો પરિચય
ટેક જાયન્ટે કહ્યું કે ગૂગલ મેપ્સ પ્લેટફોર્મે તાજેતરમાં જ ભારતમાં વિશિષ્ટ ભાવો રજૂ કર્યા છે. આમાં મોટા ભાગના એપીઆઇ પર 70 ટકા સુધીની નીચી કિંમત અને ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) સાથેના જોડાણનો સમાવેશ થાય છે, જે ડેવલપર્સને પસંદગીના ગૂગલ મેપ્સ પ્લેટફોર્મ એપીઆઇ પર 90 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે.