સિમકાર્ડના નવા નિયમો હેઠળ જો તમારા નામ પર 9થી વધુ સિમ કાર્ડ એક્ટિવ છે તો તમને ભારે દંડ થઈ શકે છે. આ વર્ષે ટ્રાઈએ સિમ કાર્ડ જારી કરવા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જે મુજબ નવું સિમ કાર્ડ ખરીદવા માટે ડિજિટલ કેવાયસી (નો યોર કસ્ટમર) ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, જો તમે તમારા નંબરનું સિમ ફરીથી મેળવવા માંગો છો, તો ડિજિટલ કેવાયસી પણ જરૂરી છે. ટેલિકોમ ઓપરેટર તમને નવું સિમ કાર્ડ આપવા માટે આધાર કાર્ડ પર ક્યૂઆર કોડ સ્કેન કરીને તમારા દસ્તાવેજની ચકાસણી કરી શકે છે.
માત્ર 9 સિમ કાર્ડ જારી કરી શકાશે
એક આઈડી એટલે કે આધાર કાર્ડ અથવા વોટર આઈડી અથવા સિમ કાર્ડ માટે અન્ય દસ્તાવેજો પર માત્ર 9 સિમ કાર્ડ જારી કરી શકાશે. આ સિવાય બલ્ક સિમ કાર્ડ ઇશ્યૂ કરવા માટે બિઝનેસ ડોક્યુમેન્ટ પણ હોવા જરૂરી છે. યોગ્ય દસ્તાવેજીકરણ વિના સિમ કાર્ડ જથ્થાબંધમાં જારી કરી શકાતું નથી. આમ કરવાથી લાખો રૂપિયાનો દંડ થઈ શકે છે અને બિઝનેસ એન્ટિટીને બે વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી શકાય છે.
આ ઉપરાંત, કોઈપણ સિમ કાર્ડ પર ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલ બંધ થયાના 90 દિવસ બાદ જ તે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ત્યારબાદ જ તે અન્ય કોઈ યુઝરને જારી કરવામાં આવશે. સિમ કાર્ડ સ્વેપ એટલે કે રિપ્લેસ કરવા પર 24 કલાક સુધી SMS નહીં આવે. આવું OTP ફ્રોડ રોકવા માટે ટ્રાઈએ પગલાં લીધા છે. સિમ કાર્ડ જારી કરનાર પોઈન્ટ ઓફ સેલ કે રિટેલરને ટેલિકોમ ઓપરેટર્સ સાથે રજિસ્ટર કરાવવું પડશે.
આ રીતે ચેક કરો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ જારી થયા છે
વધી રહેલા ફ્રોડને ધ્યાનમાં રાખીને દૂરસંચાર નિયામકે સિમ કાર્ડ સાથે જોડાયેલા આ નિયમો લાગુ કર્યા છે. જો, તમે પણ જાણવા માગો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, તો તમારે કેટલાક સરળ પગલાંને અનુસરવા પડશે.
પીપળાના પાનમાં ભરપૂર માત્રામાં હોય છે ઔષધીય ગુણો, આ રોગોના ઉપચારમાં અસરકારક રીતે કરે છે કામ
ડબ્લ્યુએચઓના વડા માંડ માંડ બચ્યા, ફ્લાઇટમાં સવાર થવાના જ હતા, ત્યાં જ ઇઝરાયેલે બોમ્બમારો કરી દીધો
મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, આ શું હોય છે, શું સરકારી રજા પણ રહે છે?
સૌપ્રથમ સંચાર સાથી (Sanchar Saathi) ના પોર્ટલ https://sancharsaathi.gov.in/ પર જાઓ. અહીં તમને સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસનો વિકલ્પ મળશે. ત્યાં TAFCOP પર ટેપ કરો. પછી તમારો મોબાઈલ નંબર અને OTP દાખલ કરીને તમારા નામે જારી થયેલા સિમ કાર્ડની યાદી જોઈ શકો છો. જો, તમને લાગે કે આમાંથી કોઈ નંબર તમે જારી કરાવ્યો નથી તો તેને બ્લોક કરવાનો રિકવેસ્ટ જારી કરી શકો છો.