અમેઝિંગ ઓફર! 90 હજાર રૂપિયાનો ફોન માત્ર 25 હજાર રૂપિયામાં ખરીદો, ત્રણ 50 MP કેમેરા અને 120W ચાર્જિંગ પણ મળશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Tech News  :  શાઓમી 12 પ્રો એમેઝોનના ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Great Indian Festival) સેલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. 12 જીબી રેમ અને 50 મેગાપિક્સલ ત્રણ કેમેરાવાળા આ ફોનની એમઆરપી 89,999 રૂપિયા છે. આ ડીલમાં તેની કિંમત ઘટીને 74,998 રૂપિયા થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે એક્સચેન્જ ઓફરમાં આ ફોન 50 હજાર રૂપિયા સુધી સસ્તો થઇ શકે છે. જો તમને જૂના ફોનના બદલામાં ફુલ એક્સચેન્જ મળે છે, તો આ ફોન 74,998 – 50,000 રૂપિયા એટલે કે 24,998 રૂપિયામાં તમારો હોઈ શકે છે.

 

ધ્યાન રહે કે ફોન પર આપવામાં આવતું એક્સચેન્જ બોનસ તમારા જૂના ફોન, બ્રાન્ડ, એરિયા પિનકોડની સ્થિતિ અને કંપનીની એક્સચેન્જ પોલિસી પર નિર્ભર કરશે. બેંક ઓફરમાં તમે ફોન પર 5 હજાર રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. શાઓમીના આ ફોનમાં 120W ફાસ્ટ ચાર્જિંગ અને દમદાર કેમેરા સેટઅપ સાથે ઘણા જબરદસ્ત ફીચર્સ આપવામાં આવ્યા છે.

Xiaomi 13 Proના ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

શાઓમીના આ સ્માર્ટફોનમાં 6.73 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે. આ ડિસ્પ્લેનો ટચ સેમ્પલિંગ રેટ ૨૪૦હર્ટ્ઝ છે અને પીક બ્રાઇટનેસ લેવલ ૧૯૦૦ નીટ છે. 120હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે આ ડિસ્પ્લેનો એસ્પેક્ટ રેશિયો 20: 9 છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તમને ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ પણ મળશે. શાઓમીનો આ હેન્ડસેટ 12 જીબી એલપીડીડીઆર5એક્સ રેમ અને 256 જીબી યુએફએસ 4.0 સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. પ્રોસેસર તરીકે તેમાં સ્નેપડ્રેગન 8 જેન 2 ચિપસેટ છે.

 

 

ફોનની બેક પેનલ પર કંપની એલઇડી ફ્લેશ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ આપી રહી છે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી લેન્સ અને 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ સેન્સર સાથે 50 મેગાપિક્સલનો ટેલિફોટો આપવામાં આવ્યો છે. સાથે જ કંપની સેલ્ફી માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપી રહી છે.

 

બે છોકરીએ બાઈક પર શરમ નેવે મૂકી, હેન્ડલ છોડી દઈ હગ કરી લિપ કિસ કરી, VIDEO જોઈ લોકોનું માથું ફરી ગયું

ભારતીય નેવીમાં નોકરીની મોટી તક, પગાર પણ 50,000 હજારથી વધુ, કાલે જ છેલ્લો દિવસ છે જલ્દી અરજી કરી દો

દિવાળી પહેલા કેમ ચોધાર આંસુડે રડાવી રહી છે ડુંગળી? અહીં સમજો મોંઘી થવા પાછળનું આખું ગણિત

 

ફોનમાં આપવામાં આવેલી બેટરી 4820mAhની છે. તે 120 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે 120 વોટ ચાર્જિંગ ફોનની બેટરીને બૂસ્ટમાં 19 મિનિટમાં 100 ટકા સુધી ચાર્જ કરે છે. ફોનમાં તમને 50 વૉટ વાયરલેસ ચાર્જિંગનું ફીચર પણ મળશે. ઓએસની વાત કરીએ તો આ ફોન એન્ડ્રોઇડ 13 પર આધારિત MIUI 14 પર કામ કરે છે.

 

 


Share this Article
TAGGED: ,