જો તમે નવી હાઈ માઈલેજ બાઈક લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ફાયદાના સમાચાર છે. સારુ માઇલેજ અને તમારા બજેટને ધ્યાનમા રાખીને આજે અહી કેટલીક બાઇક અંગે વાત કરવામા આવી રહી છે.
Bajaj CT 110: આ બાઈકની શરૂઆત કિંમત 58,925 રૂપિયા છે. તે 2 વેરિઅન્ટ અને 7 રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં 115.45 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. તે 70 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. તેનું એન્જિન 8.48 bhpનો પાવર અને 9.81 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. અહીં દર્શાવેલ તમામ બાઇકની કિંમત એક્સ-શોરૂમ છે.
Bajaj CT 100X: આ એક માઈલેજ બાઇક છે જેની શરૂઆતી કિંમત 59104 રૂપિયા છે. તે BS6 એન્જિન સાથે ડેટાઇમ રનિંગ લાઇટની સુવિધા આપે છે અને આ બાઇકમાં 115 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7000RPM પર 8.6 PSની શક્તિ અને 5000 rpm પર 9.81 ન્યૂટન મીટરની પીક પીક જનરેટ કરે છે. આ બાઈક એક લીટર પેટ્રોલમાં 75 કિમી સુધી જઈ શકે છે.
બજાજ પ્લેટિના: આ 100 એક માઈલેજ બાઇક છે જેની શરૂઆતી કિંમત 52,915 રૂપિયા છે. તે 4 વેરિઅન્ટ અને 10 રંગોમાં ઉપલબ્ધ છે અને તેમાં 102 સીસીનું એન્જિન છે. જે 7.79 bhpનો પાવર અને 8.3 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. તે એક લિટર પેટ્રોલમાં 72 કિમી સુધી જઈ શકે છે. તેની ફ્યુઅલ ટાંકી 11 લિટર છે અને તેનું કુલ વજન 119 કિલો છે.
TVS સ્પોર્ટ: એક માઈલેજ બાઇક છે. તેની શરૂઆતી કિંમત 60130 રૂપિયા છે. તે 2 વેરિઅન્ટ અને 7 રંગોમાં ઉપલબ્ધ છે. તેમાં 109 સીસીનું એન્જિન છે. જે 8.18 bhpનો પાવર અને 8.7 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે. તે 70 કિલોમીટર સુધીની માઈલેજ આપે છે. તેમાં 10 લીટરની ફ્યુઅલ ટેન્ક છે.