WhatsApp Rules Change: વોટ્સએપ દ્વારા આગામી એક જૂન ૨૦૨૩થી વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ માટે ઘણા પ્રકારના બદલાવ લાગૂ કરવામાં આવનાર છે. વોટ્સએપ ઓન્ડ કંપની META તરફથી મેસેજિંગ એપ વોટ્સએપને મોનિટરાઇઝ બનાવવા પર મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. આ માટે વોટ્સએફ પોતાના બિઝનેસમાં ઘણા પ્રકારના બદલાવ કરી રહ્યું છે.
વોટ્સએપ બિઝનેસના નવા કન્વર્સેશન કેટેગરી અને ચાર્જમાં બદલાવ કરાઈ રહ્યો છે. વોટ્સએપ તરફથી ત્રણ પ્રકારના બિઝનેસ ઇન્શિએટિવ કેટેગરી જેમ કે યૂટીલિટી, અથેન્ટિકેશન અને માર્કેટિંગ લોન્ચ કરવામાં આવનાર છે.
અગાઉ કરતાં આટલા રૂપિયા વધારે આપવા પડશે
વોટ્સએપ બિઝનેસના દરેક કન્વર્સેશન માટે વર્તમાન સમયમાં ૦.૪૮ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે પરંતુ એક જૂન ૨૦૨૩થી આ ચાર્જમાં બદલાવ થઈ રહ્યો છે. નવી ગાઇડલાઇન મુજબ એક જૂન ૨૦૨૩થી યૂટીલિટી મેસેજ માટે ૦.૩૦૮૦રૂપિયા પ્રતિ કન્વર્સેશન મુજબ ચાર્જ લેવામાં આવશે. જ્યારે માર્કેટિંગ મેસેજ માટે ૦.૭૨૬૫ રૂપિયા પ્રતિ કન્વર્સેશન ચાર્જ મુજબ ચાર્જ લેવાશે. જ્યારે દરેક મેસે માટે અથેન્ટિકેશનની કિંમતની જાહેરાત પછી કરવામાં આવશે.
યૂટીલિટી અને અથેન્ટિકેશન માટે આપવા પડશે વધુ રૂપિયા
યૂટીલિટી મેસેજ ગ્રાહોકોને ઓનગોઇંગ લેવડદેવડ જેમ કે, ખરીદી પછી નોટિફિકેશન અને બિલિંગ સ્ટેટમેન્ટની જાણકારી આપે છે. જ્યારે અથેન્ટિકેશન મેસેજ બિઝનેસને વનટાઇમ પાસકોડથી થેન્ટિકેટ કરવાની મંજૂરી આપે છે. તેજ રીતે જે કન્વર્સેશન યૂટીલિટી અને અથેન્ટિકેશન કેટેગરીમાં નહીં આવે, તેમને પ્રમોશનલ કન્વર્સેશનની કેટેગરીમાં સામેલ કરવામાં આવશે. માર્કેટિંગ કન્વર્સેશનમાં પ્રમોશનલ અને ઓફર્સ સિવાય ઇન્ફોર્મેશનને લગતા અપડેટ, ઇનવાઇટ મળે છે.
શું છે વોટ્સએપ બિઝનેસ
જણાવી દઇએ કે, વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સામાન્ય એકાઉન્ટ કરતાં અલગ હોય છે. બિઝનેસ એકાઉન્ટમાં પ્રમોશન અને માર્કેટિંગનું ઓપ્શન મળે છે. પ્રમોશન મેસેજથી તમે બીજાની સ્ટોરીમાં તમારી પ્રમોશનલ સ્ટોરી જોડી શકો છો. પરંતુ આ માટે ચાર્જ આફવો પડશે. જ્યારે નોર્મલ વોટ્સએપ એકાઉન્ટ સંપૂર્ણપણે ફ્રી હોય છે.