એલા ભાઈ આ લગ્ન છે કે શું, કન્યાએ વરમાળાને બદલે ગળામાં ખતરનાક સાપ પહેરાવી દીધો, બદલામાં વરરાજાએ અજગર પહેરાવ્યો બોલો

તમે લગ્નની ખૂબ જ વિચિત્ર વિધિઓ જોઈ હશે, પરંતુ આજે અમે લગ્નની વિધિઓ બતાવવા જઈ રહ્યા છીએ. તેને જોયા પછી તમે અચંબામાં પડી જશો. આપણે બધાએ જોયું છે કે લગ્ન દરમિયાન વરમાળા પહેરાવવાની વિધિ કરવામાં આવે છે જેમાં વર અને કન્યા એકબીજાને ફૂલોના હાર પહેરાવે છે. બીજી તરફ આ વિડિયોમાં વર-કન્યા ફૂલોના હારની જગ્યાએ એકબીજાને સાપ અને અજગરની માળા પહેરાવતા જોવા મળી રહ્યા છે.

https://www.instagram.com/reel/CeEF98fItMW/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં જોઈ શકાય છે કે વરમાળામાં દુલ્હન અને વરરાજાએ એકબીજાને ખતરનાક સાપ પહેરાવ્યા છે. આ વિડિયો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિડીયો જોયા બાદ દરેક લોકો દંગ રહી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ખળભળાટ મચી ગયો છે. આ વીડિયો ક્યાંનો છે, હાલ તે જાણી શકાયું નથી.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન ખુલ્લા મેદાનમાં થઈ રહ્યા છે. આ દરમિયાન વર-કન્યાના વરમાળા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારે ભીડ એકઠી થઈ છે. ત્યારે લોકોને જયમાલાના કાર્યક્રમમાં ટ્વિસ્ટ જોવા મળે છે. દુલ્હન તેના હાથમાં એક ખતરનાક સાપ લઈને આવે છે. કન્યા તે સાપને જયમાલાના રૂપમાં તેના વરના ગળામાં મૂકે છે. આ પછી વરરાજા તેની દુલ્હનના ગળામાં એક મોટો અજગર મૂકે છે.

વર-કન્યાના ગળામાં સાપ અને અજગર પડ્યા બાદ જયમાલાની વિધિ પૂર્ણ થાય છે. આ વીડિયોમાં જે રીતની વિધિ જોવા મળી છે તેવી રીતે તમે કયાય નહી જોઈ હોય. વિડીયો જોયા પછી બધા ચોંકી ગયા છે. વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો psycho_biharii નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે.

Translate »