ટૂંક જ સમયમાં થશે પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલી, તમારે પણ ક્યાંય કરવી છે? જાણો શુ હોય છે બદલીના નિયમો

છેલ્લા કેટલાય સમય થી શિક્ષકો દ્વારા બદલી નિયમોમાં ફેરફાર કરવા માટે માગ કરવામાં આવતી હતી જેને લઇ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંઘના હોદ્દેદારો દ્વારા બેઠકો થઈ હતી અને વિવિધ બદલી ના નિયમોમાં બદલાવ કરવા માટે સંમતિ સધાઇ હતી હવે આ બદલીના નિયમોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મડેલી માહિતી મુજબ મુજબ આ નિયમો હવે ટુંક સમયમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે.

હજુ આ નિયમો જાહેર થાય તે પેહલા શિક્ષણ વિભાગ દ્વારા આ ફાઈલ શિક્ષણ મંત્રી ને મોકલવામાં આવશે અને ત્યાર બાદ તેમાં જો કોઈ સુધારો વધારો હશે કે પછી નહિ હોય કે પછી સંઘો ની કોઈ રજૂઆત હશે તો તેમાં વિચારણા કરી બદલીના નવા નિયમો જાહેર કરાશે.આ બદલી નિયમો શિક્ષણ અને શિક્ષકોના હિત માં હશે તેમ માનવામાં આવી રહ્યું છે. નિયમો ની વાત કરીએ તો અસર પરસ બદલી ન નિયમો હળવા થઈ શકે છે અને વતન ની વાત હટાવવામાં આવી શકે છે તો વળી દંપતી કેસો માં શિક્ષકો ને લોટરી લાગી સકે છે.

વધ ઘટની બદલીઓમાં તાલુકા બહાર ગયેલા શિક્ષકોને ફાયદો થાય તે માટે અને તેમને તેમના તાલુકા નો 5 વર્ષ સુધી લાભ મળી રહે તેવું પણ આ નિયમોમાં આવે તેવી શક્યતાઓ છે તો બીજી બાજુ crc અને brc ઓ ની જ્યારે ત્યારે પ્રતીનીયુક્તી રદ કરવામાં આવે તો તેમને પોતાની માતૃ શાળામાં મૂકવામાં આવે તે વાત પણ ચાલી રહી છે.

બદલી નિયમો આવ્યા પછી જ બદલીઓ ના દોર ચાલુ થશે અને સૌથી પેહલા વધ ઘટ બદલી કેમ્પ કરવામાં આવશે. હાલ જોઈ યે તો પ્રાથમિક શિક્ષકો બદલી ના નિયમો ની રાહ જોઈ ને બેઠા છે ત્યારે શિક્ષણ મંત્રી સુધી ફાઈલ પહોંચ્યા બાદ આ નિયમો જાહેર થશે અને તે જાન્યુઆરી માં જાહેર થાય તેમ શિક્ષકો માની રહ્યા છે.

Translate »