શોના પ્રોડ્યુસરની ડબલ ધમાકા જાહેરાત, કહ્યું- હવે શોમાં દયાભાભી તો જોવા મળશે જ પણ સાથે સાથે નટુકાકા અને બાવરી પણ જોવા મળશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝજન પર ચાલનારી સૌથી લાંબી સીરિયલો પૈકીની એક છે. આ કોમેડી સીરિયલ ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આટલા વર્ષોમાં સીરિયલના ઘનશ્યામ નાયક (નટુકાકા), ડૉ. હાથી (કવિ કુમાર આઝાદ) જેવા કલાકારોના નિધન થયાં જ્યારે કેટલાક કલાકારો શો છોડીને જતાં રહ્યા. દિશા વાકાણી, ભવ્ય ગાંધી, નિધિ શાહ, ઝીલ મહેતા, ગુરુચરણ સોઢી, નેહા મહેતા જેવા કલાકારો આ શોને અલવિદા કહી ચૂક્યા છે.

હવે લેટેસ્ટ નામ તારક મહેતાનો રોલ કરતાં અભિનેતા શૈલેષ લોઢાનું છે. છેલ્લા થોડા દિવસોથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૈલેષ લોઢાના શો છોડવા અને દયાભાભીના રોલમાં નવી અભિનેત્રીની એન્ટ્રી અંગે ચર્ચામાં છે. દરમિયાન, તાજેતરમાં જ મીડિયાની સમક્ષ આવેલા શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ શો છોડતાં કલાકારો અંગે પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં જ સીરિયલમાં જેઠાલાલની નવી દુકાનનું ઉદ્‌ઘાટન બતાવામાં આવ્યું હતું. નવી દુકાનનો એપિસોડ શોમાં પ્રસારિત થાય તે પહેલા મીડિયાને નવી દુકાન જાેવા આમંત્રણ અપાયું હતું.

આ દરમિયાન શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ વાતચીત કરી હતી. જેમાં તેમણે દર્શકોને ખાતરી આપી હતી કે તેમને ટૂંક સમયમાં જ નવા દયાભાભી જાેવા મળશે. ઉપરાંત બાવરી, નટુકાકા જેવા જૂના પાત્રો પણ શોમાં પાછા ફરશે અને કેટલાક નવા પાત્રો પણ ઉમેરવામાં આવશે. નવા પાત્રો અને કલાકારો તો આવશે પરંતુ શરૂઆતથી શો સાથે જાેડાયેલા કલાકારો સાથ છોડીને જતાં રહે ત્યારે કેટલી મુશ્કેલી પડે છે? તેમ પૂછાતાં આસિત કુમાર મોદીએ કહ્યું, “જ્યારે કલાકાર છોડીને જાય છે ત્યારે બહુ દુઃખ થાય છે.

૧૪ વર્ષથી સાથે કામ કરતાં હો અને છોડીને જતા રહો તો દુઃખ થાય છે. ક્યારેક તો એવી સ્થિતિ આવી જાય છે કે, અમે અંદરોઅંદર એકબીજાના સાચા નામ ભૂલી જઈએ છીએ અને પાત્રના નામે જ બોલાવીએ છીએ. અમે એકબીજા સાથે ખૂબ જાેડાયેલા છીએ એટલે કોઈ જાય ત્યારે ખૂબ દુઃખ થાય છે. પણ મને લાગે છે કે સમયના લેખાં-જાેખાં હોય છે. હું માનું છું કે કોઈએ ૧૪ વર્ષ સુધી સમય આપ્યો તો તેમનો આભાર માનવો જાેઈએ.

હું આભારી છું કે, તમે આપણા શો માટે જે કર્યું તે સારી વાત છે. પરંતુ તેમણે પણ સમજવું જાેઈએ કે, દર્શકોનો પ્રેમ હતો, દર્શકોએ આપણને બનાવ્યા છે તો તેમણે કામ ચાલુ રાખવું જાેઈએ. આ શોએ આપણને સૌને બનાવ્યા છે. મજબૂરીઓ હશે પણ તેને પગલે શો છોડીને જતાં ના રહેવું જાેઈએ કામ ચાલુ રાખવું જાેઈએ. આ શોએ અમારા સૌના જીવન બદલ્યા છે કારણકે આટલો પ્રેમ ક્યાંય મળતો નથી. આ સિવાય આસિત મોદીએ અન્ય એક ઈન્ટરવ્યૂમાં શૈલેષ લોઢા અંગે પણ વાત કરી હતી.

Translate »