જબરું સેટિંગ પાડ્યું! એક તારીખ-એક પરિવાર અને નવ લોકોનો જન્મ, હવે ગિનીજ બુકમાં પણ રેકોર્ડ નોંધાયો

પાકિસ્તાનના લરકાનામાં એક પરિવારમાં કુલ નવ સભ્યો છે. આ તમામ નવ લોકોનો જન્મ અલગ-અલગ વર્ષે એક ઓગસ્ટના રોજ થયો છે. હવે ગિનીજ વર્લ્ડ રેકોર્ડ્સે પણ આ પરિવારની માગ સ્વીકારતાં અનોખો રેકોર્ડ ગણાવ્યો છે. ગિનીજ બુક ઓફ વર્લ્ડે તેને માન્યતા આપતાં સર્ટિફિકેટ આપ્યું છે.

લગ્ન પણ એક ઓગસ્ટે થયા હતા : આ પરિવારના મોભીનું નામ અમીર આઝાદ માંગી છે. માંગીના પરિવારમાં પત્ની અને બાળકો મળી કુલ નવ સભ્યો છે. માંગીના સાત બાળકોમાંથી ચાર તો જુડવા છે. તમામનો જન્મ એક ઓગસ્ટના રોજ થયો છે. માંગના લગ્ન પણ એક ઓગસ્ટના રોજ થયા હતા.

અગાઉ આ રેકોર્ડ એક ભારતીય પરિવારના નામે હતો. આ પહેલાં આ રેકોર્ડ ભારતના એક પરિવારના નામે હતો. આ પરિવારમાં પાંચ સભ્યો સામેલ હતા જેમનો જન્મ અલગ-અલગ વર્ષે એક જ તારીખે થયો હતો.

Translate »