આં તો કંઈ શિક્ષક છે કે રાક્ષસ, 30 વર્ષમાં 60 વિદ્યાર્થીનીઓ સાથે માણ્યું ધરાર શારીરિક સુખ, આ રીતે ભાંડો ફૂટ્યો

કેરળના મલપ્પુરમથી આવી જ એક ઘટના સામે આવી છે જેણે બધાને હંફાવી દીધા છે. અહીં પોલીસે પૂર્વ શિક્ષકની ધરપકડ કરી છે. કેવી શશીકુમાર પર છેલ્લા 30 વર્ષથી 60થી વધુ છોકરીઓની છેડતી અને રેપ કરવાનો આરોપ છે. હાલમાં રાજ્યના શિક્ષણ મંત્રીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપી સામે તપાસ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, સીપીએમના નેતા કેવી શસીકુમાર મલપ્પુરમમાં સેન્ટ જેમસ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક હતા. આ સિવાય તેઓ મલપ્પુરમ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય પણ હતા. તેઓ માર્ચ, 2022ના રોજ નિવૃત્ત થયા હતા.

KV શશીકુમાર સામેનો પહેલો કેસ ત્યારે સામે આવ્યો જ્યારે તે જ શાળાના એક વિદ્યાર્થીએ ફેસબુક પોસ્ટ દ્વારા તેમના પર આરોપો લગાવ્યા. આ પછી 50થી વધુ વિદ્યાર્થીનીઓએ આરોપીઓ વિરુદ્ધ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી જ શશીકુમાર ફરાર થઈ ગયો હતો. આ મામલામાં વિદ્યાર્થીનીઓએ પણ સ્કૂલ મેનેજમેન્ટ પર આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, તેઓએ આ મામલો 2019માં પણ ઉઠાવ્યો હતો. પરંતુ શાળા સંચાલકો દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલમાં મામલો સામે આવ્યા બાદ CPI(M)એ શશીકુમારને પાર્ટીમાંથી બરતરફ કરી દીધા છે.

Translate »