24 કરોડનો છે આ પાડો, જાણો આ પાડાની માવજત અને આહાર પાછળ પ્રત્યેક મહિને કેટલા રૂપિયાનો થાય છે ખર્ચ

રાજસ્થાનનો અરવિંદ જાંગિડ નામનો વ્યક્તિ પાડાને લઈ પુષ્કર મેળામાં પહોંચ્યો હતો. મેળામાં પાડાને મોતીસર રોડ પર પ્રદર્શન માટે રાખવામાં માટે રૂપિયા 24 કરોડની કિંમતના પાડાને લઈ આ વ્યક્તિ પુષ્કર મેળામાં પહોંચ્યો હતો. આ અરવિંદનામના વ્યક્તિના જણાવ્યા પ્રમાણે અફઘાનિસ્તાનના એક શીખ પરિવારે આ પાડાની રૂપિયા 24 કરોડની બોલી લગાવી હતી,કેટલાક મહિના અગાઉ અફઘાનિસ્તાનનો એક શીખ પરિવાર જોધપુર આવ્યો હતો.

મુર્રા નસ્લના આ પાડાના સીમનની દેશમાં પણ ભારે માગ છે. જોકે તેમણે કહ્યું કે તે આ ભીમા નામના પાડાને વેચવા ઈચ્છતો નથી. અરવિંદે મેળામાં યોજાયેલી પશુ સ્પર્ધામાં ભાગ લઈ પુરસ્કાર પણ મેળવ્યો હતો. આ અગાઉ વર્ષ 2018 અને વર્ષ 2019માં પણ આ ભીમાને પુષ્કર મેળામાં પ્રદર્શન માટે લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાલોતરા, નાગૌર, દેહરાદૂન સહિત અનેક મેળાઓમાં તેનું પ્રદર્શન કરાયું છે.

આ ભીમકાય પાડાનો વજન આશરે 1500 કિલો છે. 14 ફૂટ લાંબો અને 6 ફૂટ ઉંચાઈ ધરાવતા આ પાડાની માવજત તથા આહાર પાછળ પ્રત્યેક મહિને દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અરવિંદે જણાવ્યું કે પાડાને દરરોજ એક કિલો ઘી, અડધો કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ, એક કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે.

Translate »