જેના બાળકો ભણતા હોય એવા દરેક માતા-પિતા આ સમાચાર ખાસ વાંચી લે, 11 સાયન્સ માટે આવી ગયો છે કંઈક નવો નિયમ

વિદ્યાર્થીઓના હિત માટે નવો ર્નિણય શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ જાહેરાત કરી કે, ધોરણ ૧૦ માં બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થીઓને પણ ધોરણ ૧૧ માં સાયન્સમાં પ્રવેશ મળશે. મ્ ગ્રુપમાં પ્રવેશને પાત્ર રહેશે. આજથી ધોરણ ૧૦ના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, અત્યાર સુધી ધોરણ ૧૦ માં ગણિત બેઝકના વિદ્યાર્થી જે રાખે છે, તેમને ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળતો ન હતો. તેથી ર્નિણય લેવાયો કે, તેથી બેઝિક ગણિત રાખનારે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ એટલે કે બી ગ્રૂપમા પ્રવેશ મળશે.

બાયોલોજી, ફિઝીક્સ અને કેમેસ્ટ્રીમાં તેઓ પ્રવેશને પાત્ર રહેશે. ધોરણ ૧૦માં બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવી શકશે. શિક્ષણ વિભાગના ર્નિણયને ખાનગી ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા આવકારવામાં આવ્યો છે. બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને જાે ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ ના આપવામાં આવતું તો અનેક કોલેજાે માટે મુશ્કેલી ઉભી થાત. હાલ અનેક કોલેજાેમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહે છે, એવી સ્થિતિમાં સરકારે લીધેલો ર્નિણય અનેક કોલેજાેને જીવંત રાખશે.

અગાઉ બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ ડિપ્લોમા ન કરી શકે એવી વાત હતી, પણ હવે સરકારના આ ર્નિણયથી અનેક વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ડિપ્લોમા એન્જિનિયરીંગ કરવાની એક તક મળશે. માત્ર સ્ટાન્ડર્ડ ગણિત સાથે પાસ વિદ્યાર્થીઓ જ ડિપ્લોમા એન્જિનિયરીંગ કરી શકે એવો ર્નિણય અંતિમ હોત તો અને સંસ્થાઓના ભવિષ્ય પર સવાલ ઉભા થયા હોત. ત્યારે આ વર્ષે પણ ૩૫ ટકા ગ્રેસિંગ સાથે ધોરણ ૧૦ બાદ ડિપ્લોમામાં પ્રવેશ આપવાનો ર્નિણય સરકારે લીધો છે.

જાે સરકારે આ ર્નિણય બે મહિનો મોડો લીધો છે. બે મહિના પહેલા ર્નિણય લેવાયો હોય તો ખાલી રહેલી સરકારી બેઠકો પણ મોટી સંખ્યામાં ભરી શકાઈ હોત. હાલ ૩૫ ટકા સાથે ગ્રેસિંગથી પાસ અંદાજે ૪ હજાર જેટલા વિદ્યાર્થીઓ ખાનગી કોલેજાેની ખાલી બેઠક પર પ્રવેશ લેશે એવી અમને આશા છે તેવુ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ ડિપ્લોમા કોલેજ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે અંદાજે ૧૦ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ની પરીક્ષા આપતા હોય છે. ત્યારે તેમાંથી ૧.૫ થી ૨ લાખ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની તક મળે તે માટે આ ર્નિણય સરકાર દ્વારા લેવાયો છે. તેથી આ જાહેરાત તેમના કારકિર્દી માટે માઈલસ્ટોન સાબિત થશે.

Translate »