Breaking: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 25 મેએ ધો-10 બોર્ડનું પરિણામ જાહેર થશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે 25 તારીખે ધો 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. Gseb.org પર જાણી પરિણામ જાણી શકાશે. સવારે 8 કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સ એપ નાં માધ્યમ થી પણ પરિણામ જાણી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની પરીક્ષાઓના પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પોતાનું પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly