Gujarat News : જૂનાગઢ બાદ હવે જામનગરમાં (Jamnagar) ગરબાની પ્રેક્ટિસ કરતાં 19 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતાં મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેને લીધે પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છવાયો છે. મહત્ત્વનું છે કે, 19 વિનીત કુંવરિયાનું ગઈકાલે ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મોત થયું છે. જે બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાં આવેલાં ”સ્ટેપ & સ્ટાઈલ ગરબા ક્લાસ”માં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરવા ગયો હતો. આ દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યાં જ ઢળી પડ્યો હતો.
જેને ત્યાં હાજર રહેલા લોકોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હાજર ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો, આ પછી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.