OMG! સુરતમાં એક ઝાટકે 5 હજાર રત્નકલાકારોનો રોટલો રઝળ્યો, બેરોજગાર બની જતાં હાહાકાર, ઘણી ફેક્ટરીને તાળા જ લાગી ગયાં

Lok Patrika
Lok Patrika
4 Min Read
Share this Article

હાલમાં સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી સુરત-ભાવનગરનો હીરો ઉદ્યોગ પણ બાકી રહ્યો નથી. કોરોનાકાળ બાદ હીરા ઉદ્યોગમાં થોડી તેજી આવી હતી પરંતુ રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે વિદેશમાંથી આવતી કાચા હીરાની રફ આવવાનું સાવ બંધ જ થઈ ગયું. જેના કારણે વેપારીઓને મોંઘા ભાવે રફ લેવી પડી રહી છે. જેથી ખર્ચમાં વધારો થતા વેપારીઓને કારખાના અને રત્નકલાકારોને પગાર આપવામાં મુશ્કેલી પડી રહી છે. મળતી માહિતી મુજબ છેલ્લા એક માસમાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને આ બાબતે ફરિયાદ મળી છે. તો વળી કતારગામના કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારોનો રોટલો અભળાયો છે.

હાલમાં માહોલ એવો છે કે સુરતના હીરા ઉદ્યોગ ને હાલ મંદીનું ગ્રહણ લાગ્યું છે. કોરોના, રશિયા-યુક્રેન યુધ્ધ અને ચીનમાં કોરોના કહેરની અસરને પગલે સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. માહિતી એ પણ સામે આવી રહી છે કે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને પણ 24 જેટલી ફરિયાદો મળી છે, જેમાં છેલ્લા એક મહિનામાં 5 હજારથી વધુ રત્નકલાકારોને છૂટા કરાયા હોવાનું સામે આવતા હાહાકાર મચી ગયો છે. કતારગામ વિસ્તારમાં કારખાનેદારે ફેક્ટરી જ બંધ કરી દેતાં 300 રત્નકલાકારો બેરોજગાર થઈ ગયા છે. એક તો કોરોના વાયરસના કહેર અને દિવાળી બાદ ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને રત્નકલાકારોને છૂટા કરવાની અવાર નવાર ફરિયાદો મળી છે. જેમાં અત્યાર સુધી ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનને 24 જેટલી ફરિયાદો મળી છે.

લોકોને પહેલા હીરા ઉદ્યોગ માટે ખૂબ જ આવનારા દિવસોમાં ઉજળું ભવિષ્ય દેખાતું હતું. આ સાથે વિદેશોમાં પણ ખૂબ મોટી ડિમાન્ડ હીરાની નીકળતા અને ચીનમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં માલ સપ્લાય થતાં અને રશિયામાંથી રફની સતત આવક થતા હીરા ઉદ્યોગ ધમધમવા માંડ્યો હતો. જોકે હવે હાલમાં જ ચીનમાં કોરોના વાયરસે કહેર મચાવતા ચાઇનામાં જે રનીંગ માલ સપ્લાય થતો હતો અને હવે લોકો બેરોજગાર થઈને ફરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગમાં સુરત બાદ ભાવનગર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ભાવનગર શહેર અને જીલ્લામાં વિવિધ પ્રકારના હીરા બનાવવા માટે નાના મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે. લાખોની સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે.

આ સાથે જ વાત કરીએ ચૂંટણી પહેલાની તો એવી શક્યતાઓ લાગતી હતી કે કંઈક ઉલટફેર થશે, કારણ કે ગુજરાત હિરા ઉધોગ સાથે સંકાળેયેલુ છે. રાજ્યમા 15 લાખ હીરા કામદારો છે, જેમાંથી સાત લાખ કામદરો એકલા સુરત શહેરમા જ છે. એટલે કે છ બેઠકો પરના પરિણામો આ હિરા કામદારોના મતો પર નક્કી કરે છે. મળતી માહિતી મુજબ લેબર એક્ટ વિશે સુરતના હીરાના કામદારોએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વાત કરી હતી. હીરાની સ્થાનિક સંસ્થાને રૂ. 200 લોકોએ પ્રોફેશનલ ટેક્સ અને લેબર એક્ટ વિશેની સમસ્યા અને ઉદ્યોગને અમલમાં મૂકવા વિનંતી કરી હતી.

આ મુદ્દો આવનારી ગુજરનએ પ્રભાવીત કર્યો હતો. આ અગાઉ 2021મા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીમા AAPને 120માંથી 27 બેઠકો જીતમાં હિરા કામદારોનો વિશેષ ફાળો રહ્યો હતો. હવે આવનારા સમયમા હીરાના કામદારો માટે ચોક્કસ રાજકીય પક્ષ માટે સમર્થન એકત્ર કરવું સરળ છે. જો કે ઈતિહાસ જોવા જઈએ તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમોના માલિકો, જેમણે પરંપરાગત રીતે ભાજપને સમર્થન આપતા આવ્યા છે અને આ વખતે પણ 2022ની વિધાનસભામાં એ જ જોવા મળ્યું હતું અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે.


Share this Article
Leave a comment