SBIએ એક પરિપત્ર જારી કરીને તમામ શાખાઓને સૂચના આપી છે કે એક સમયે 2000 રૂપિયા અથવા 20,000 રૂપિયાની 10 નોટ બદલવા માટે કોઈ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ સિવાય આટલી બધી નોટો બદલવા માટે લોકોને કોઈ ઓળખ પત્ર બતાવવાની જરૂર નથી. SBI દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓમાં બ્રાન્ચ મેનેજરોને નોટ એક્સચેન્જની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે આ સૂચનાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જો કે હાલમાં આજે એવું કંઈ જ જોવા મળી રહ્યું નથી અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.
કાલે સુચના આપવામાં આવી એટલે આજે લોકો સીધા પૈસા લઈને બદલવા આવી ગયા, પરંતુ અહીં બેન્કમાં આવીને બેન્કના લોકોએ તો રોન કાઢી અને મોટા મોટા 4 પેજના ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે આ સાથે જ ઓળખ પત્ર પણ માંગવામાં આવી રહ્યા છે. હાલમાં ચારેકોર હોબાળો મચી ગયો છે. જ્યાં જાઓ ત્યાં બેન્કમાં ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે. આ ફોર્મ પણ એટલા અઘરા અને લાંબા છે કે ભણેલા લોકો પણ નથી ભરી શકતા.
આ પણ વાંચો
The Bageshwar Sarkar: બાબા બાગેશ્વર ધામ સરકાર પર બનશે ફિલ્મ, બાયોપિકમાં બતાવવામાં આવશે અદ્ભૂત કહાની
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. 2000ની નોટ પરત કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એક વ્યક્તિ એક સમયે માત્ર 20,000 રૂપિયા બદલી શકે છે. એટલે કે 2000 રૂપિયાની 10 નોટ એક જ વારમાં બદલાશે. આ સંદર્ભમાં એસબીઆઈએ એક સૂચના જારી કરી છે કે 20,000 રૂપિયા એક્સચેન્જ કરવા માટે કોઈ ઓળખ કાર્ડ અથવા ફોર્મની જરૂર પડશે નહીં.