દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સ્થિતિ બજારમાં ઘટી રહી છે.
વાસ્તવમાં અમેરિકન રિસર્ચ એજન્સી ‘હિંડનબર્ગ’નો રિપોર્ટ ગયા સપ્તાહે બહાર આવ્યો ત્યારથી ‘અદાણી ગ્રુપ’ના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવે સ્થિતિ એવી છે કે ગૌતમ અદાણી ટોપ 10 તો ઠીક પણ ટોપ 20માં તો અમીરોની યાદીમાં ક્યાંય નથી. ત્યારે લોકો પણ મજ્જા લઈ રહ્યા છે અને મીમ શેર કરી રહ્યા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થમાં થયેલા ઘટાડાને કારણે તેઓ હવે અબજોપતિઓની યાદીમાં 21મા સ્થાને સરકી ગયા છે.
તેમની નેટવર્થ ઘટીને $61.3 બિલિયન થઈ છે અને છેલ્લા 24 કલાકમાં તેમણે $10.7 બિલિયન ગુમાવ્યા છે.
શેરના ઘટાડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ગૌતમ અદાણી હવે ફેસબુકના માર્ક ઝકરબર્ગથી પાછળ રહી ગયા છે.
ઝકરબર્ગની કુલ નેટવર્થ $69.8 બિલિયન છે અને તે આ યાદીમાં 13મા નંબરે પહોંચી ગયો છે.
ગૌતમ અદાણી ગુરુવારે 64.7 બિલિયન ડોલરની સાથે વિશ્વના અમીરોની યાદીમાં 16મા નંબરે હતા અને માત્ર 24 કલાકમાં જ તેઓ પાંચ સ્થાન ખસીને 21મા નંબર પર આવી ગયા છે.
વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ બનાવનાર અદાણી માટે વર્ષ 2023 ખૂબ જ ખરાબ સાબિત થઈ રહ્યું છે.
નુકસાન વિશે વાત કરીએ તો બ્લૂમબર્ગના ડેટા અનુસાર આ વર્ષની શરૂઆતથી તેમની સંપત્તિ $ 59.2 બિલિયન સાફ થઈ ગઈ છે. છેલ્લા 10 દિવસમાં તેણે 52 અબજ ડોલર ગુમાવ્યા છે.