19 કેસના મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવા માટે અમદાવાદના પોલીસ કોન્સ્ટેબલે જીવની ચિંતા વગર ધાબા પરથી કૂદકો મારી દીધો

Lok Patrika Desk
By Lok Patrika Desk
police
Share this Article

અમદાવાદમાં ફિલ્મોમાં જે રીતે પોલીસ પોતાના જીવની ચિંતા કર્યા વગર ખુંખાર આરોપીઓને પકડવા માટે એક ધાબા પરથી બીજા ધાબા પર કૂદી કૂદીને જાય છે તેવું જ દૃશ્ય ગઇ કાલે શહેરના વાડીગામમાં જોવા મળ્યું હતું. દરિયાપુર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલે પોતાના જીવને જોખમમાં મૂકીને 19 કેસમાં વોન્ટેડ શાતિર ચીટરને પકડવા માટે વાડીગામના એક ધાબા પરથી બીજા ધાબા પર છલાંગ લગાવી હતી. કોન્સ્ટેબલે છલાંગ લગાવતાં વોન્ટેડ આરોપી તો ઝડપાઇ ગયો હતો પરંતુ તેમના પગના મસલ્સ ક્રેક થઈ ગયા હતા. પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બીરદાવી હતી અને આરોપીને જેલના હવાલે કરી દીધો હતો.

બહાદુર પોલીસ જવાન

રાકેશકુમાર પણ એક ધાબા પરથી બીજા ધાબા પર કૂદવા લાગ્યા હતા અને અંતે પ્રજ્ઞેશ પટેલની નજીક પહોંચી ગયા હતા. રાકેશકુમારે છલાંગ લગાવીને પ્રજ્ઞેશ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજા પોલીસ કર્મચારી પણ તરત જ આવી ગયા હતા. પોલીસ કર્મચારીઓ પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લઇ ગયા હતા જ્યારે છલાંગ લગાવવાને કારણે રાકેશકુમાર ઇજાગ્રસ્ત થયા હતા. રાકેશકુમારને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમના પગના મસલ્સમાં ડેમેજ થયું હોવાનું બહાર આવ્યું હતું. રાકેશકુમારને હાલ 10 દિવસનો બેડરેસ્ટ કરવાનું ડોક્ટરે કહ્યું છે ત્યારે તેમની બહાદુરીના કારણે આજે પ્રજ્ઞેશ પટેલ પોલીસ લોકઅપમાં છે.

police

અમદાવાદ સહિતની અલગ અલગ કોર્ટમાં ચાલી રહ્યા છે

વાડીગામમાં પ્રજ્ઞેશ ભીખાભાઇ પટેલ નામનો એક ચીટર રહે છે. જેની વિરુદ્ધમાં એક બે નહીં પરંતુ 19 ચેક બાઉન્સ તેમજ ચીટિંગના કેસ અમદાવાદ સહિતની અલગ અલગ કોર્ટમાં ચાલી રહ્યા છે. પ્રજ્ઞેશ પટેલ કોર્ટમાં હાજર નહીં રહેતાં તેની વિરુદ્ધ તમામ કોર્ટે પકડ વોરંટ ઇશ્યૂ કર્યાં હતાં. લગભગ એક વર્ષથી પ્રજ્ઞેશ પટેલ પોલીસથી બચીને ભાગી રહ્યો છે ત્યારે ગઇ કાલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા એ.એચ.કાજીને તેની બાતમી મળી હતી કે પ્રજ્ઞેશ તેના ઘરે આવ્યો છે. પ્રજ્ઞેશ પટેલને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. ચૌધરી તેમજ પીએસઆઇ એ.એચ. કાજીએ જોરદાર પ્લાન બનાવ્યો હતો અને તરત જ વાડીગામમાં પહોંચી ગયા હતા. પીએસઆઇ એ.એચ. કાજી અને કે.એસ. ડામોર તેમજ હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર માનવાલા અને પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ ગયા હતા. પોલીસ વાડીગામમાં પહોંચી ત્યારે જ પ્રજ્ઞેશ પટેલને ગંધ આવી ગઇ હતી. જેથી તે ધાબા પર જતો રહ્યો હતો. પોલીસની ટીમ પ્રજ્ઞેશ પટેલના ધાબા પર પહોંચી ગઇ હતી જ્યાં તે ધાબાં કૂદી કૂદીને ભાગતો નજરે ચઢ્યો હતો. પ્રજ્ઞેશને ઝડપી લેવાનો આદેશ હાઇકોર્ટનો હોવાથી હેડ કોન્સ્ટેબલ રાકેશકુમાર માનવાલાએ તેને પકડવા માટે દોટ મૂકી હતી.

police

હાઈકોર્ટે ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા

પોલીસ ઇન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું છે કે પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરવાના આદેશ હાઇકોર્ટે આપ્યા હતા. ચેક બાઉન્સના કેસમાં પ્રજ્ઞેશ પટેલને સજા આપી હતી જેથી તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પ્રજ્ઞેશ પટેલની અપીલ હાઇકોર્ટે ફગાવી દીધી હતી અને તેના ગુનાહિત ઇતિહાસ જોતાં તેની ધરપકડ કરવાનાે આદેશ આપ્યાે હતાે. પ્રજ્ઞેશ પટેલની ધરપકડનાે આદેશ મળતાંની સાથે જ તેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતાં.

POLICE

કોર્ટમાં 19 કેસ દાખલ છતાં આરોપી બિનદાસ્ત

અમદાવાદ ગ્રામીણ કોર્ટમાં વર્ષ 2021-22માં ચાર કેસ દાખલ થયા
અમદાવાદની કોર્ટમાં વર્ષ 2013થી 21 સુધી 11 કેસ નોંધાયા
મોડાસા કોર્ટમાં વર્ષ 2008માં એક કેસ દાખલ
ઊંઝાની કોર્ટમાં વર્ષ 2016માં બે કેસ નોંધાયા
ગાંધીનગરની કોર્ટમાં વર્ષ 2021માં એક કેસ

અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે

ભારતમાં પ્રથમ વખત આવું બન્યું! 78 વર-કન્યાને નસીબ ખુલી ગયું, 750 ચોરસ ફૂટનો મોંઘોદાટ પ્લોટ દાનમાં મળ્યો

આંબાના ઝાડમાંથી ટપ ટપ ટપકી કડકડતી મોટી મોટી નોટો… IT Raidમાં ખરી પડ્યાં કરોડ રૂપિયા, જોનારા દંગ રહી ગયાં

મિત્રો સાથે જ છેતરપિંડીમાં ‘માસ્ટરી’ આરોપીમાં હતી

દરિયાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ. ચૌધરીએ જણાવ્યું છે કે પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ચેક બાઉન્સ અને છેતરપિંડીના 19 ગુના દાખલ થયા છે, જેમાં તે કોર્ટમાં હાજર થતો નથી. પ્રજ્ઞેશ પટેલ પોતાની ઓળખ છુપાવીને નાસતો ફરતો હતો. જેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી છે. પ્રજ્ઞેશ પટેલ કોઇ અજાણી વ્યકિતને નહીં પરંતુ પોતાના મિત્રોને ટાર્ગેટ કરતો હતો. પ્રજ્ઞેશ તેના અંગત મિત્રો પાસેથી રૂપિયા લેતો હતો અને તેમને સમયસર પરત આપવાની જગ્યાએ ગોળગોળ ફેરવતો હતો. પ્રજ્ઞેશ પટેલે તેના મિત્રોનું લાખો રૂપિયાનું ચીટિંગ કરી નાખ્યું છે. તમામ મિત્રોએ અલગ અલગ કોર્ટમાં પ્રજ્ઞેશ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.


Share this Article