હવાનું દબાણ, વાવાઝોડાના પુરેપુરા એંધાણ, ચોમાસું બેસી જશે અને મુશળધાર વરસાદ પડશે, અંબાલાલ પટેલની નવી આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
4 Min Read
ambalal
Share this Article

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઇને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ગુજરાતમાં 3થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.તેમજ દેશમાં કેરળ-કર્ણાટકમાં આગામી બેથી ત્રણ દિવસમાં વરસાદ વરસશે. હજુ થોડા દિવસ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ગરમી જ પડશે. અને 4 થી 10 જૂન સુધીમાં ચોમાસુ નિયમિત આગળ વધશે. જ્યારે અરબ સમુદ્રમાં 3થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જો ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં 16 જૂન સુધીમાં વરસાદ વરસે તેવી આગાહી કરી છે.

4 થી 10 જૂન સુધીમાં ચોમાસુ આગળ વધશે

કેરળ-કર્ણાટકમાં આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતમાં ચોમાસું ખેંચાય તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 3 થી 5 જૂન સુધીમાં વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં 6 જૂનથી ત્રણ દિવસ માટે ગરમી પડશે. મધ્ય ગુજરાતના જીલ્લાઓમાં ગરમી પડશે. 4 થી 10 જૂન સુધીમાં ચોમાસું નિયમિત આગળ વધશે. અત્યારનો વરસાદ અરબ સમુદ્રના ભેજ અને પવનના કારણે થશે. અરબ સમુદ્રમાંથી 3થી 7 જૂન સુધીમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ચક્રવાત સર્જાય તો દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગમાં વરસાદ થઈ શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 16 જૂન સુધીમાં દક્ષિણ,સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે.

ambalal

દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે

ગુજરાતમાં હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરી છે. જે મુજબ અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. હવામાનનું માનીએ તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

ambalal

હવામાન વિભાગની 7 થી 11 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે. વધુમાં અત્યારે ચોમાસુ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે. જોકે ટૂંક સમયમાં જ ચોમાસું કેરળ પહોંચશે. આ સાથે કેરળ બાદ ચોમાસુ મહારાષ્ટ્ર અને ત્યારબાદ ગુજરાત પહોંચશે.

આ પણ વાંચો

અહીંના લોકો ઝાડા થવા માટે લોહી પીવે છે, સૌથી મોટા પેટવાળા વ્યક્તિને માનવામાં આવે છે અસલી હીરો

19 વર્ષની ‘કુંવારી’ છોકરી બની ગઈ ગર્ભવતી! કોઈ પુરૂષ સાથે નહોતા બાંધ્યા શારિરીક સંબંધ, કહ્યું- ભૂતે બનાવી પ્રેગ્નન્ટ!

આખરે શું છે 2 જૂનની રોટલીનું ઘેરાતું રહસ્ય, નસીબદારને જ કેમ મળે છે? તેનો અર્થ શું છે? અહીં જાણો બધી જ વાતો

શહેરમાં પ્રિ-મોન્સુન પ્લાન ધોવાયો

ભાવનગરમાં સતત બે કલાકથી ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જ્યારે બે કલાકથી પડી રહેલા વરસાદથી શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તો શહેરમાં મનપાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ હતી. બે કલાકમાં શહેરમાં અંદાજે 3 ઈંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો.


Share this Article