અંબાલાલ પટેલની ગરમા-ગરમ આગાહી, આ દિવસથી શરૂ થશે ઉનાળો, લા નીનોને કારણે સ્થિતિમાં બદલાવ

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: હવે ઉનાળો બનશે મોંઘેરા મહેમાન… હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર ઉનાળાને લઈને આગાહી કરી છે. આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થતા ગરમીનો અહેસાસ થશે.

અંબાલાલે કહ્યું છે કે જોકે, આ તો ટ્રેલર હશે, ભીષણ ગરમી તો મે-જુનમાં પડશે. તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે, હવે જૂજ કલાકોમાં ગુજરાતમાં ગરમીનું આગમન થશે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, અલ નીનો નબળુ પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે. એજન્સીએ આગાહી કરી કે, પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ-નીનો નબળુ પડી રહ્યું છે. ઓગસ્ટ સુધીમાં લા-નીનોની સ્થિતિ રહેશે.

આ દિવસથી શરૂ થશે ગરમીના દિવસો

તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે આકરો ઉનાળો રહેશે.

આ તારીખથી કાળઝાળ ગરમી શરૂ

Breaking News: મણિનગરમાં બાંધકામ સાઇટ પર ભેખડ ધસી પડતા 5 દટાયાં, ફાયર બ્રિગેડની ટીન દ્વારા શોધ-ખોળ ચાલું

ઓ.. હો.. હો.. હાર્દિક પંડ્યાની પત્ની નતાશા રહે છે કરોડોના ઘરમાં, જુઓ હાર્દિકે વેલેન્ટાઈન ડે પર કેવી રીતે ઉજવ્યો

શું હાઈ બીપી અને યુરિક એસિડથી કોઈ બિમાર થાય છે? આ રોગ તમને કરશે બ્રેક, પણ આ ભોજન કરશો તો થશે ફાયદો…

19-24 ફેરબુઆરીથી જ ગરમી શરુ થઇ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે. 4 માર્ચથી ગરમીમાં ઉતરોત્તર વધારો થશે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. 20 એપ્રિલથી વધુ ગરમી પડશે. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે. 11 મેથી કાળઝાળ ગરમી પડશે.


Share this Article