અંબાલાલ પટેલની પરસેવો પાડી દેય તેવી આગાહી, આ વખતનો ઉનાળો રહેશે આકરો, તો ખેડૂતોની પથારી ફેરવાશે એ પાક્કું!

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Updates: ગુજરાતના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. એક તરફ શિયાળાની સિઝનમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યાં કેટલાંક વિસ્તારોમાં વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટાં પણ પડી રહ્યાં છે. આ તમામની વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદી પણ આગાહી કરી છે.

ખેડૂતો માવઠાના મારની ચિંતાથી જ વ્યાકૂળ બની ગયા છે. એવામાં બીજી તરફ અલ નીનો બાદ ગુજરાતની પથારી ફેરવવા લા નીનો પણ આવી રહ્યું છે. કેટલાક વૈજ્ઞાનિક અલ નીનો બાદ લા નીનોની અસરની પણ આગાહી કરી રહ્યાં છે. લા નીનો અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે. જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે.

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે. આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠુ થઇ શકે છે. હાલ સમગ્ર ગુજરાતમાંથી ઠંડી જાણે ગાયબ થઈ ગઈ છે.

પરંતું કાતિલ ઠંડીનો દોર ફરીથી આવશે. તેમણે કહ્યું કે, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે અને ગરમીમાં વધારો નોંધાશે.

ભારતીય પ્રવાસીઓને હવે ઈરાનમાં વિઝાની જરૂર નથી, 15 દિવસ રોકાઈ શકશે ફ્રી, હવાઈ મુસાફરોને જ મળશે આ સુવિધા

ચમત્કાર! નદીમાંથી અયોધ્યાના રામલલા જેવી ભગવાન વિષ્ણુની પ્રાચીન મળી મૂર્તિ, પુરાતત્વવિદોએ કહ્યું- શાસ્ત્રોમાં ઉલ્લેખ છે

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થી પર ‘ઘાતક’ હુમલો, પરિવારજનોએ વિદેશ મંત્રીને મદદ માટે કરી અપીલ, વીડિયો વાયરલ

ફેબ્રુઆરી મહિનામાં જેમ વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, તેમ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. નવી આગાહી મુજબ, 5 ફેબ્રુઆરીથી ગુજરાતના વાતાવરણમા મોટો પલટો આવ્યો છે. જે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે.

 


Share this Article