Gujarat Weather: રાજ્યમાં ફરી એકવાર વરસાદને લઈ આગાહી સામે આવતા ખેડૂતોની ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી રાજ્યમાં કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી કરતા કહ્યું છે, 23 ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. હવામાનની મળતી વિગતો મુજબ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા આવવાની શક્યાતાઓ છે. આ સાથે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈ રાજ્યમાં કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
વનકર્મી પર હુમલો કરવાના મામલે MLA ચૈતર વસાવા આજે કોર્ટ સામે થશે હાજર, ચૈતર છેલ્લા 1 મહિનાથી હતા ફરાર
ચૈતર વસાવાએ ડેડીયાપાડા પોલીસ સામે કર્યુ સરેન્ડર, કહ્યું “આદિવાસીઓની લડત હું ચાલુ રાખીશ”
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે. આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે. આગાહી મુજબ ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે તો આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.