હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરીથી વરસાદને લઈ નવી આગાહી કરી છે 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળનાં ઉપસાગરમાં એક સિસ્ટમ સર્જાશે અને આ સિસ્ટમથી ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, દક્ષિણ મહારાષ્ટ્ર સહિતનાં દક્ષિણ ગુજરાતનાં અનેક ભાગોમાં તેની અસર જોવા મળશે એવું અંબાલાલનું કહેવું છે.
અંબાલાલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ મધ્ય ગુજરાતનાં અનેક ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે. પંચમહાલનાં અનેક ભાગોમાં એક ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, અરવલ્લીમાં પણ અડધા ઈંચથી વધુ વરસાદની સંભાવનાઓ છે.
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
અંબાલાલે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી કે જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં પણ છૂટોછવાયો વરસાદ ખાબકશે. ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં એકાએક વરસાદ બંધ થતા ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે અંબાલાલની આગાહી પછી લોકો ફરી વરસાદની રાહ જોઈ રહ્યાં છે.