Gujarat News: આજે નાતાલનો તહેવાર છે અને હવે 2023 પુરુ થવામાં પણ એક જ અઠવાડિયું બાકી છે. ત્યારે લોકો એક તરફ નવા વર્ષના આગમનના ભાગ રૂપે ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. તો હવામાન વિભાગે પણ નવી આગાહી કરી છે અને અંબાલાલ પટેલે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે જે દરેક ગુજરાતીઓએ ખાસ જાણી લેવી જોઈએ. હાલમાં સવારે અને સાંજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વાત કરી કે આજથી એટલે કે 25 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડવાની શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો પણ રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધશે એવી આગાહી કરવામા આવતા જ લોકો પણ તૈયારીમાં લાગી ગયેલા જોવા મળી રહ્યા છે.
અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો પણ ભારે ઠંડીમાં જ વીતશે. નવા વર્ષે એટલે કે જાન્યુઆરી મહિનાની 10, 11 તારીખે ઠંડીનો ચમકારો રહેશે. કચ્છના નલિયામાં 10ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે.
આવતા વર્ષે 2024માં બેંકોમાં રજાઓની ભરમાર, જાણો તારીખ સાથે કયા કયા દિવસે બેંકો રહેશે બંધ?
29થી 31 ડિસેમ્બર સુધી અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર થશે. 1થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક ભાગોમાં વરસાદની શક્યકતા છે.